ત્રણ દેશોની મુલાકાત બાદ મોદી સ્વદેશ પરત, સુષ્મા સ્વરાજે કર્યું સ્વાગત

ત્રણ દેશની મુલાકાત પછી મોદી સ્વદેશ પાછા આવી ગયા છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા વડાપ્રધાનનું વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સ્વાગત કર્યું. અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લગભગ 300 વર્ષ જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદીએ અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ ગયા હતા. જે બાદ તેઓ દિલ્હી આવવા રવાના થયાં છે. આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. આ પહેલાં રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી. રવિવારે જ મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com