એશિયા કપ 2022માં ચેમ્પિયન બનનાર શ્રીલંકા પર થયો પૈસાનો વરસાદ, પાકિસ્તાનને પણ થયો ફાયદો

0
45

યૂએઇમાં રમાયેલા એશિયા કપ 2022ની 15મી સીઝન રવિવારે સમાપ્ત થઇ હતી. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં શ્રીલંકા પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યુ હતુ. આ ખિતાબી જીત બાદ શ્રીલંકાની ટીમને કેટલી રકમ મળી અને રનર્સઅપ ટીમ પાકિસ્તાનને કેટલી રકમ મળી, આ વાત તમારે જાણવી જોઇએ.ભલે આ ટૂર્નામેન્ટ યૂએઇમાં રમાઇ હોય પરંતુ તેની યજમાની શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પાસે હતી.

અહી સુધી કે જે ટીમને ટૂર્નામેન્ટ પહેલા એક ટકા પણ ખિતાબની દાવેદાર માનવામાં આવતી નહતી પરંતુ અસલમાં ખિતાબ આ ટીમે જીત્યો હતો. રાજકીય અને આર્થિક અસ્થિરતા સામે ઝઝુમી રહેલા શ્રીલંકા માટે દેશની ટીમે ખુશી લાવવાનું કામ કર્યુ છે, આ સિવાય ટીમને મોટી રકમ પણ મળી છે.એશિયા કપ 2022ની વિજેતા બનવા પર શ્રીલંકન ટીમને લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા મળ્યા હતા.

શ્રીલંકન ટીમના કેપ્ટન દાસુન શનાકાને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 1.5 લાખ ડૉલરનો ચેક સોપ્યો હતો. બીજી તરફ ખિતાબી મેચમાં હાર ઝેલનારી ટીમ એટલે કે પાકિસ્તાનને આશરે 60 લાખ રૂપિયા (75 હજાર ડૉલર) પ્રાઇઝ મનીના રૂપમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસી તરફથી મળી હતી.ટીમ જ નહી આખી ટૂર્નામેન્ટ અને ફાઇનલમાં કમાલ કરનારા ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો છે.

પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પોતાના નામે કરનારા શ્રીલંકન ઓલ રાઉન્ડર વાનિંદુ હસરંગાને આશરે 12 લાખ રૂપિયા (15 હજાર ડૉલર)નો ચેક મળ્યો હતો. આ સિવાય ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા ભાનુકા રાજપક્ષેને આશરે 4 લાખ રૂપિયા (5 હજાર ડૉલર) ઇનામ તરીકે મળ્યા હતા.મહત્વપૂર્ણ છે કે એશિયા કપ 2022માં શ્રીલંકા ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યુ હતુ. ભાનુકા રાજપક્ષે અને વાનિદુ હસરંગા શ્રીલંકાની જીતના હીરો રહ્યા હતા.