સ્વિમિંગ કરતી વખતે પૂલમાં ક્લોરીન ગેસ લીક ​​થતાં 10થી વધુ બાળકો બેહોશ

0
78

આંધ્રપ્રદેશના વિજયવાડા જિલ્લામાં મ્યુનિસિપલ સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીક ​​થવાથી 8 થી 14 વર્ષની વયના દસથી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સ્વિમિંગ પૂલ એકેડમીના સુપરવાઈઝરે ગુરુવારે આ અંગેની જાણકારી આપી. બુધવારે વિજયવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં બાળકો જ્યારે સ્વિમિંગ પૂલમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પૂલમાં ક્લોરિન લીક થવાથી બાળકો ગંભીર રીતે બીમાર છે.

તમામ બાળકો 50 મીટરના પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા અને 25 મીટરના પૂલમાં ટેન્કરમાંથી ક્લોરિન ગેસ લીક ​​થયો હતો. જણાવી દઈએ કે આ બાળકો 11 ડિસેમ્બરે એલુરુમાં યોજાનારી સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હતા. સ્વિમિંગ પૂલ એકેડમીના સુપરવાઈઝર રામબાબુએ જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે બની હતી. કેટલાક તરવૈયાઓએ અમને વિનંતી કરી કે તેઓને તરવાની મંજૂરી આપો કારણ કે તેમની 11મી ડિસેમ્બરે સ્પર્ધા છે. અમે તેમને મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરવાનગી લેવા કહ્યું અને તેઓએ કહ્યું કે પરવાનગી આપવામાં આવી છે

દસ બિમાર બાળકોને સરકારી હોસ્પિટલમાં અને એક બાળકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જોકે હવે તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. વાલીઓનું કહેવું છે કે કલોરિન સિસ્ટમની જાળવણી અને વ્યવસ્થાપનની બેદરકારીને કારણે ભય છે.

રામબાબુએ વધુમાં જણાવ્યું કે, ‘સ્વિમિંગ પૂલમાં ક્લોરીન ગેસ લીક ​​થવાને કારણે 8-14 વર્ષની વયના 10 થી 12 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. અમે તેને સરકારી દવાખાને લઈ ગયા. જૂના સાધનો અને જૂના ગેસ સિલિન્ડરને કારણે ગેસ લીક ​​થયો હતો. બાદમાં તેને નિયંત્રિત કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓની હાલત હવે સ્થિર છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓની સાથે અમારો એક કર્મચારી પણ બીમાર પડ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું એકમાત્ર વ્યક્તિ છું જે તરવૈયાઓનો ડેટા રેકોર્ડ કરે છે અને બાકીનું ડીએફઓ અને મ્યુનિસિપલ અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. 8 સુધી સ્વિમિંગ પૂલનું આયોજન કરાયું છે પરંતુ તરવૈયાઓની વિનંતીને પગલે સ્વિમિંગ પૂલ 8:30 સુધી ખુલ્લો મુકાયો હતો.