હાર્દિક પટેલ નજીક પાસ કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો  કેસરિયો ધારણ કરશે

0
54

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે આ વખતે ચૂંટણી જબરજસ્ત માહોલા જામ્યો છે કેમ કે ત્રિપાંખિયો જંગ હોવાથી મતદારો પણ અસમંજસ સ્થિતિ જોવા મળી રહ્યા છે ભાજપ પોતાના વિકાસ મોડેલ દર્શાવી જનતાને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ મોઘવારી બેરોજગારી સહિતાના મુદ્દાઓ લઇ જનતાની વચ્ચે જઇ રહી છે અને ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટી શિક્ષણ આરોગ્ય , અને દિલ્હી મોડેલને રજૂ કરી રહી છે ચૂંટણી ટાણે કોગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયુ છે ગતરોજ હાર્દિક પટેલના અંગત સાથીદારો કોંગ્રેસમાંથી રાજીનામું આપી 1500થી 2000 જેટલા કાર્યકરોએ કેસરિયો ધારણ કરવાનું મન બનાવ્યુ છે

અમદાવાના પાસ કન્વીનર જયેશ પટેલ હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે રાજકોટના પાસ કન્વીનર બ્રિજેશ પટેલ કેસરિયો સર કરશે ઉંઝાના પાસ કન્વીનર શૈલેષ પટેલ વડોદરાના પાસ કન્વીનર  શૈલીન પટેલ  મધ્ય ગુજરાતના પાસ કન્વીનર ઉદય પટેલ તેમજ  ઉત્તરગુજરાતમાંથી પણ કેટલાક પાસના આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે ભગવો ધારણ કરશે એક સમયે ભાજપ  વિરોધી નિવેદન કરનારાઓ ખરુખોટા બોલનારા આજે ચૂંટણીટાણે તે જ પંગત જોવા મળશે જો કે ભાજપમાં તમામને જોડાવા પાછળ હાર્દિક પટેલે ખેલ પાડ્યો હોવાની ચર્ચા થઇ રહી છે