Moto G5 Plus પર મળી રહી છે 7,000ની છૂટ

જો તમે નવા વર્ષમાં સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે Moto G5 Plus એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, કારણ કે આ ફોન પર હાલમાં 7 હજારની છૂટ મળે છે જે કોઈ ભેટથી ઓછું નથી. લોન્ચિંગ સમયે આ ફોનનો ભાવ 16,999 રૂપિયા હતો પરંતુ હવે આ ફોનને Amazon પરથી 9,999 રૂપિયામાં ખરીદી શકાશે.
Moto G5 Plusમાં 1080×1920 રીઝોલ્યુશન 5.2 ઇંચનું ફૂલ એચડી ડિસ્પ્લે અને 2GHz સ્નેપડ્રેગન ઑકટોકોર પ્રોસેસર છે. 3 GB અને 4 GB રેમ વોરિયન્ટ સાથે 16 GB અને 64 GB ઇન્ટરનલ મેમરી છે જે 128 GB સુધી વધારી શકાશે. આ ડિસ્કાઉન્ટ 4 GB રેમ અને 32 GB સ્ટોરેજ ફોન પર મળી રહી છે.
તેની સાથે ફોનમાં ડ્યુઅલ ઓટો ફોકસ સાથે 12 મેગાપિક્સલનો રિયર કેમેરા છે જે 4K વીડિયો રેકોર્ડ કરી શકે છે. ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો છે. ફોનમાં એન્ડ્રોઇડ નુગટ 7.0 છે જેમાં Google Assistant અપડેટ્સને પછીથી લઈ શકાશે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનની સ્પેશ્યલ ફીચરની વાત કરીએ તો ફોનને બે વખત હલાવતા કૅમેરા પર અને એકવાર હલાવતા ફ્લેશ લાઇટ અોન થશે ફોનમાં 3000 એમએએચની બેટરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com