MP બોર્ડ પરીક્ષા પેપર લીક પ્રકરણમાં ત્રણ ગુજરાતીઓની ધરપકડ

0
52

મધ્યપ્રદેશમાં, બહુચર્ચિત MP બોર્ડ પરીક્ષા પેપર લીક કેસ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોને ટાંકીને સાયબર ક્રાઈમ પોલીસે પેપર લીક કેસમાં આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે.
પેપર લીક કરતી ગેંગ MP પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. ભોપાલ સાયબર ટીમને આ મામલે સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. એ જ રીતે પોલીસે રાજ્યના રાયસેન, ખરગોન અને સતનામાં પણ દરોડા પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક લોકોની પૂછપરછ ચાલી રહી છે. અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી કેટલાક કલાકોમાં આ મામલે મોટો ખુલાસો થઈ શકે છે.