રાજ્યમાં આવી રહેલી વિધાનસભા ની ચૂંટણીઓ અગાઉ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ‘પોલીટીકસ ઓફ જેન્ડર, જેન્ડર ઓફ પોલીટીકસ’ વિષયે લેકચરના આયોજનને લઈ ભારે હોબાળો થયો હતો.
આ લેકચર ચૂંટણી ટાણેજ કેમ આયોજિત કરાયું તે મુદ્દે વિવાદ થતા યુનિવર્સિટી સત્તાધીશોએ કાર્યક્રમ જ રદ કરી દેવો પડ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા સામ્યવાદી વિચારધારા વાળા લોકો ભાજપને નુકશાન કરવા કાર્યક્રમનું આયોજન કર્યું હોવાના સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આક્ષેપો કરતા વાત રાજકીય બની હતી.
વિગતો મુજબ ફેકલ્ટીના ડીન જયરામ પોંડવાલે આ લેકચરનું આયોજન ફેકલ્ટીના ઓડીટોરીયમ ખાતે 14 સપ્ટેમ્બરે 4 વાગ્યે નિર્ધારિત કર્યું હતું,જેમાં આર્ટસના પોલીટીકલ સાયન્સ વિભાગના અધ્યાપિકા લાજવંતી ચટ્ટાણી વિષયગત લેકચર આપવાના હતા. જોકે તે પહેલા જ સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ જણાવ્યું કે, જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કેમ કાર્યક્રમ ના રખાયો? વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને નુકશાન કરવા સામ્યવાદી વિચારધારાના લોકોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવા મુદ્દે વિવાદ ઉભો થતા વીસીને આ અંગે જાણ કરાતા તેમણે કાર્યક્રમ મોકૂફ રાખવા સૂચના આપી હતી. લાજવંતિ ચટ્ટાણી અગાઉ પણ આ કાર્યક્રમના પગલે વિવાદમાં આવી ચૂકયા છે અને કાર્યક્રમ કેન્સલ કરવાનો વારો આવ્યો હતો.
પોલીટીકસ ઓફ જેન્ડર, જેન્ડર ઓફ પોલીટીકસના લેકચરના પગલે વિવાદ થવાની વકીથી સિન્ડિકેટ સભ્યે ફરીયાદ કરતાં સત્તાધીશોએ કાર્યક્રમ કેન્સલ કર્યો હતો.
ફાઇન આર્ટસ ફેકલ્ટી સામે વારંવાર આક્ષેપો થતાં રહે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આવા કાર્યક્રમનું આયોજન વિવાદસ્પદ બને તેમ લાગતા કાર્યક્રમ રદ્દ કરાયો હતો.