વલસાડ ખાતે યોજાયો મુદ્રા લોન મેગા કેમ્પ, 180 લાભાર્થીઓને મળી બે કરોડની લોન

વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય સ્ટે ટ બેંક અને બેંક ઓફ બરોડાના ઉપક્રમે મોરારજી દેસાઇ હોલ ખાતે પ્રધાનમંત્રી મુદ્રા લોન અને નાણાં સાક્ષરતા કેમ્પે વન અને આદિજાતિ રાજ્યામંત્રી રમણલાલ પાટકરની અધ્યાક્ષતામાં યોજાયો હતો. આ કેમ્પડમાં ૧૮૦ લાભાર્થીઓને બે કરોડની રકમનું ધિરાણ આપવામાં આવ્યું હતું. આ તબક્કે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, દેશમાં અનેક લોકોને આર્થિક સહાયની જરૂરિયાત છે. ત્યા રે વડાપ્રધાન દ્વારા લોકહિતના ઉદ્દેશ સાથે સામાન્ય નાગરિકોના પાયાનો વિચાર કરી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરી હતી. જેમાં દેશની વિવિધ બેંકોને સહભાગી બનાવી, લોન પ્રક્રિયા સરળ કરી જરૂરિયાતમંદ નાના વેપારીઓ, બેરોજગારોને રોજગારી માટે સરળતાથી લોન આપવાનું સુદૃઢ આયોજન કરાયું છે. અર્થતંત્રને મજબૂત કરવા પ્રમાણિકતા હોવી જોઇએ. અને પ્રામાણિકતાથી ધંધો કરનાર હંમેશા નફો જ મેળવે છે. ત્યાારે દેશના સર્વાંગી વિકાસ માટે લોન લઇ તેને પરત કરવી આપણી ફરજ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના પ્રજાલક્ષી નિર્ણયો થકી અનેક લોકોને લાભ થયો છે. ત્યારે લોન મેળવનાર પુરુષાર્થ કરી આગળ વધે અને સ્વથરોજગારીની સાથે અન્યં લોકોને રોજગારી મળી રહે તે જરૂરી છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન હેઠળ નાણાંકીય સહાય મળવાથી જિલ્લામાં નવી રોજગારની તકો ઊભી થશે. દેશની બેંકોને વધુ પ્રોત્સાકહન મળે તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રે મોદીના મેઇક ઇન ઇન્ડિાયા, સ્ટે.ન્ડ અપ ઇન્ડિતયાના ભગીરથ કાર્યમાં સહભાગી બનાવાયા છે. વલસાડ જિલ્લાની બેંકો દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ વર્ષ દરમિયાન જાતે ધંધો કરનારા, નાના વેપારીઓ, સેવા પ્રકારના ધંધા કરનારા તેમજ નિર્માણ કરનારા ૧૬૮પ૮ એકમો/ લાભાર્થીઓને ૧૦૯ કરોડનું ધિરાણ આપી આર્થિક રીતે પગભર બનાવી ઘરઆંગણે રોજગારી આપવાના પ્રયાસો કરાયા છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને શિશુ- પ૦ હજાર સુધી, કિશોર- પ૦ હજારથી પાંચ લાખ સુધી તેમજ તરૂણ- પ લાખથી ૧૦ લાખ સુધીની લોન કોઇપણ જામીન વગર આપવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, લીડ ડિસ્ટ્રિ કટ મેનેજર સચીન શર્મા, આસી. સ્ટેસટબેંક રીજીયન મેનેજર પવાર, પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, સ્ટેરટ બેંકના અધિકારી/ કર્મચારીઓ અને લાભાર્થીઓ હાજર રહયા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com