મુકેશ અંબાણી સંપત્તિ માં 15માં સ્થાને, બે દિવસમાં 94 અબજ વધી

19 જૂને મુકેશ અંબાણીની નેટ વર્થ 40.5 અબજ ડૉલર (2.75 લાખ કરોડ રૂપિયા) હતી.ઝકરબર્ગ આ લિસ્ટમાં ચોથા સ્થાને છે.દરમિયાન રિલાયંસ ગ્રુપના શેરમાં આવેલા ઉછાળાના કારણે તેમની નેટવર્થમાં 1.4 અબજ ડોલરનો વધારો થયો છે. આ રીતે 21 જૂને અંબાણીની કુલ નેટવર્થ 41.9 અબજ ડૉલર પર પહોંચી. એટલે માત્ર બે જ દિવસમાં આશરે 95 અબજ રૂપિયાનો વધારો થયો.બ્લૂમબર્ગ બિલિયનેર ઈંડેક્સમાં મુકેશ અંબાણીએ વૉલમાર્ટના જિમ વૉલ્ટન અને રૉબ વૉલ્ટનને પાછળ છોડ્યા છે.તો બીજી તરફ ઓપરા વિનફ્રેએ વિશ્વના સૌથી અમીર 500 લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. બ્લૂમબર્ગ બિલિયનેર ઈંડેક્સમાં ઓપરા 483મા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 4.02 અબજ ડોલર એટલે કે (આશરે 273.36 અબજ રૂપિયા) છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તેમની નેટવર્થમાં 42 કરોડ ડોલરનો વધારો થયો છે. જેના કારણે તે ઈંડેક્સમાં ટોપ 500માં પહોંચી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com