મુંબઇ ટીમ એફસી ગોલની ભૂખ સંતોષવા નોર્થ ઇસ્ટ સામે ટકરાશે

હિરો ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની ચોથી સિઝનમાં ઓપનિંગ પાંચ મેચમાં માત્ર ચાર પોઇન્ટ મેળવ્યા બાદ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી નવમા સ્થાન પર સંઘર્ષ કરી રહી છે. જીયો કાર્લોસ પાઇર્સ ડી ડ્યૂસના પક્ષમાં ગોલ કરવામાં અને તેને રોકવામાં ઘણી મુશ્કેલી પડી છે અને અત્યાર સુધી તેને માત્ર બે ગોલ જ ફટકાર્યા છે.
મુંબઇ સિટી એફસીએ ઇન્દિરા ગાંધી એથલેટિક સ્ટેડિયમમાં કાલ રમાનાર મુકાબલામાં વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. એલેકજેન્ડર ગિમારાયસની ટીમ વિરોધી એફસી પૂણે સિટીને પાછળ છોડી પોઇન્ટ ટેબલમાં ટોચના ચારમાં પહોચવા પ્રયાસ કરશે. મુંબઇ પોતાના ઘરમાં એટીકે વિરૂદ્ધ મેચ હારી ગયુ હતું.
મંગળવારે પત્રકારો સાથે વાત કરતા પોર્ટુગીઝ કોચે જણાવ્યુ, ‘ અમે સ્વીકાર્યુ છે કે ટીમને વધુ ગોલ કરવાની જરૂર છે પરંતુ તે વાત પર પણ ભાર મુક્યો હતો કે કઇ ચાર ટીમો ટોપમાં પહોચી શકે છે તેની ભવિષ્યવાણી કરવી ઘણુ વહેલુ ગણાશે. અમે પાંચ રમત રમ્યા છીએ પરંતુ કોઇ પણ ખેલાડી જીતી જાય છે અથવા લીગ ગુમાવે છે તે પછી ઘણી રમતો હોય છે અને આ એક અલગ પ્રકારની રમત છે. પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ પણ લીગ જીતી નથી. માટે અમારે વધુ મેચ જીતવી પડશે અને વધુ ગોલ ફટકારવા પડશે.
કેરલ બ્લાસ્ટર્સ વિરૂદ્ધ પોતાની અંતિમ મેચમાં રેડ કાર્ડ મળ્યા બાદ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી તેની પ્રથમ પસંદના ગોલ કીપર ટીપી રેનેશ વગર ઉતરશે. ચિંતાજનક રીતે એવુ લાગે છે કે દેવસે વિશ્વાસ ગુમાવી દીધો છે.
બુધવારે રમાનાર મેચ માટે ગોલકીપરની પોતાની પસંદ વિશે પૂછવામાં આવતા, દેવસે કહ્યું, ‘જ્યારે અમે સિઝનની શરૂઆત કરી ત્યારે અમારી પાસે ત્રણ ગોલ કીપર હતા. દેખીતી રીતે ટીપી પ્રથમ પાંચ મેચ રમ્યો કારણ કે તે શ્રેષ્ઠ ગોલ કીપર હતો. હવે તે શ્રેષ્ઠ નથી હવે મને લાગે છે કે રવિ કુમાર શ્રેષ્ઠ છે.
મુંબઇ સિટી એફસી મિડ ફિલ્ડર સહનાજ સિંઘ વગર ઉતરશે. 24 વર્ષીય સિંઘને તેના ચોથા યેલો કાર્ડને કારણે એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ગિમેરાએ જો કે ખુલાસો કરવાનો ઇનકાર કરી દીધો કે તેનું સ્થાન કોણ લેશે અને કહ્યું કે લાંબી રાત છે તે અંગે વિચારવુ પડશે.
માત્ર ત્રણ દિવસ પહેલાં જ અંતિમ મેચ રમી હતી. કોસ્ટા રિકનની ક્ષમતા તેમજ આ સિઝનમાં પોતાની લાંબી યાત્રા અને કઠિન સ્પર્ધા અંગે વાત કરી હતી. સાથે જ જણાવ્યુ કે અમે અંતિમ મેચ રવિવારે રમી હતી અને અમારે આગામી રમત માટે લાંબી મુસાફરી કરવી પડી. પરંતુ તે તમામ ટીમો સાથે સમાન છે અને હું આ (એનયુયુએફસી) પીચ પર રમવા આગળ વધી રહ્યો છું જે લીગમાં શ્રેષ્ઠ છે.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com