વલસાડ નારગોલ ગામે ભેંસે બે મસ્તક વાળા બચ્ચાને જન્મ આપ્યો જુઓ વીડિયો

નારગોલ ગામે એક વિચિત્ર ઘટના એક પશુ પાલકને ત્યાં જોવા મળી છે. નારગોલ ગામે આવેલ નવાતળાવ-૨ ખાતે રહેતા પશુ પાલક તેમજ એસ.ટી. કોર્પોરેસનમાં બસ કંડક્ટર તરીકે સેવા બજાવી રહેલ નટવરલાલ કાલિદાસ ભંડારીએ પાળેલી ભેસે બે મસ્તક વાળા બચ્ચાને જન્મ આપતા નારગોલ તેમજ આજુબાજુ ગામના લોકો બે મસ્તક વાળા બચ્ચાને જોવા નારગોલ ગામે દોડી આવ્યા હતા. કુદરતના નિયમ વિરુદ્ધ વિચિત્ર ઘટના બનતા લોકોને ભારે નાવાય લાગી હતી.
સેવાભાવિ તેમજ અધ્યાત્મિક સ્વભાવ ધરાવતા નટવરલાલ ભંડારી કુદરત અને પશુ ઉપર ખુબજ પ્રેમ અને લાગણી ધરાવે છે. તેમના પોતાના ઘરે ૧૫ વર્ષ પહેલા એક ભેસનું બચ્ચાને પળેલ. ગત રોજ તે ભેસે બે મસ્તક વાળા મૃત બચ્ચાને જન્મ આપતા ભારે આઘાત અનુભવી રહિયા છે.

નટવરલાલ ભંડારી સાથેની મુલાકાત દરમિયાન તેમણે માહિતી આપતા જણાવિયું હતું કે તેમણે પાળેલી ભેસ ઘાભણ હતી. ગત ગુરૂવારના રોજ ભેસને પ્રસૂતિક્રિયા શરૂ થતાં પ્રથમ ભેસના બે પગ દેખાયા હતા ત્યારબાદ કલાકો સુધી પ્રસૂતિક્રિયા અટકી જતાં ભેસની સ્તિથિ બગડી રહી હતી. ત્યારે તેમણે નારગોલ ગામના પશુચિકિતસક જીતેન્દ્ર પ્રજાપતિને જાણ કરતાં પશુચિકિતસક જીતેન્દ્ર પ્રજાપતિ આવી પોહચ્યા હતા ભેસની તપાસ કરતાં આખરે સસ્ત્રક્રિયા કરી બચ્ચનો કૃત્રિમ રીતે જન્મ કરાવી ભેસને ભયજનક સ્થિતિથી ઉગારવાનો નિર્ણય લીધો હતો તેમણે મહારાષ્ટ્રના તલાસરિના વેટેનારી ડોક્ટરની તાત્કાલિક ટીમને બોલાવી સાથે સસ્ત્રક્રિયા કરી બચ્ચાને જન્મ અપાવતા વિચિત્ર બાબત સામે આવી હતી. બચ્ચું મરેલી હાલતમાં જનમ્યું હતું પરંતુ ભેસના બચ્ચાને બે મસ્તક હતા. બે મસ્તક વાળું બચ્ચું ભેસે જન્મ આપતા પશુચિકિતસકો સ્તબ્ધ થઈ ગયા હતા. હાલે ભેસની સ્તિથિ સામાન્ય છે. પશુચિકિતસકોના જણાવ્યા મુજબ તેમના જીવનમાં પ્રથમ વખત આવા બે મસ્તક વાળા બચ્ચાને જોયા છે. નારગોલ તેમજ આજુબાજુ વિસ્તારમાં આ પ્રકારની પ્રથમ ઘટના હોય જાણ થતાની સાથેજ અનેક લોકો નારગોલ ગામે આવી પોહચી બે મસ્તક વાળા બચ્ચને નિહાળ્યું હતું. બે મસ્તક વાળા બચ્ચાને આખરે દાટી દેવાયું હતું.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com