12 C
Ahmedabad
Friday, January 28, 2022

કોંગ્રેસમાં વધ્યો કકળાટ, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

Must read

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. જોકે, તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે ચાલુ રહેશે.

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેતા પંજાબમાં રાજકીય ભૂકંપનો માહોલ સર્જાયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહે સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધું છે. સિદ્ધુએ કહ્યું છે કે, મેં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.તેમણે જણાવ્યું હતું કે પંજાબના ભવિષ્ય સાથે સમજૂતી નહિ થાય.

મળતી માહિતી મુજબ સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું મોકલ્યું છે. રાજીનામા પછી સિદ્ધુએ કહ્યું કે, પંજાબના ભવિષ્ય સાથે સમજૂતી ના કરી શકું. તેમણે એવું પણ કહ્યું છે કે, સમજૂતી કરતાં વ્યક્તિનું ચરિત્ર ખતમ થઈ જાય છે. હું કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.

ઉલ્લેખનીય કે છેલ્લા કેટલાક મહિનાથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો .આ વિવાદ ટોચ પર પહોંચ્યો હતો. અને અંતે કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હતા, પરંતુ પાર્ટીએ અલગ નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ છે.

આ પહેલાં પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું હતું કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીની સરકારના નેતૃત્વમાં લડવામાં આવશે.

પરંતુ સિધ્ધુએ રાજીનામુ આપી દેતા પંજાબ રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

તેમના રાજીનામા પત્રમાં તેમણે લખ્યું હતું કે, “માણસનું પતન સમાધાન દ્વારા આવે છે. હું કોંગ્રેસના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી. તેથી, હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. હું પાર્ટી માટે કામ કરતો રહીશ. ” પંજાબમાં નવા મંત્રીઓમાં આજે ખાતાનું વિભાજન થયું છે અને થોડા કલાકો બાદ સિદ્ધુએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. આની પાછળ કેટલાક મહત્વના કારણો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધુની નારાજગી પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કારણ છે.

હકીકતમાં, જ્યારે પંજાબમાં મંત્રીઓના નામ નક્કી થયા હતા, ત્યારે રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે વાત કર્યા બાદ નિર્ણય લીધો હતો. આમાં નવજોત સિંહ સિદ્ધુનો ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી. પહેલા દિવસની બેઠકમાં તેમને ચોક્કસ બોલાવવામાં આવ્યા હતા પરંતુ જ્યારે રાહુલ ગાંધી શિમલાથી પરત ફર્યા ત્યારે સિદ્ધુને બેઠકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. બીજું કારણ એવું માનવામાં આવે છે કે જે લોકોના નામ સીએમ ચન્નીએ નક્કી કરવાનું શરૂ કર્યું, પછી ભલે તેઓ ડીજીપી હોય કે એડવોકેટ જનરલ, સિદ્ધુને પણ આમાં ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.

એટલે કે, મંત્રીઓના નામ નક્કી કરવામાં તેમને હાઇકમાન્ડ દ્વારા સામેલ કરવામાં આવ્યા ન હતા, પોર્ટફોલિયો નક્કી કરવામાં તેમને પૂછવામાં આવ્યું ન હતું અને મહત્વના હોદ્દાઓ (ડીજીપી અને મુખ્ય સચિવ જેવા હોદ્દાઓ) પર નિમણૂકના મામલે સીએમ સિદ્ધુની સલાહ લેવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને તેમણે હાઈકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી નોંધાવવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article