NDTV ના એક્ઝિક્યુટિવ એડિટર કમાલ ખાનનું 61 વર્ષની વયે નિધન

0
363

NDTVના પત્રકાર અને એક્ઝિક્યુટિવ એડિટર કમાલ ખાનનું શુક્રવારે 61 વર્ષની વયે નિધન થયું હતું. પત્રકારને ઉત્તર પ્રદેશના લખનૌ ખાતેના તેમના નિવાસસ્થાને હૃદયરોગનો હુમલો થયો હોવાના અહેવાલ છે. NDTVએ તેમના ટ્વિટર હેન્ડલ પર આ સમાચારની પુષ્ટિ કરી છે.

તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરફથી રામનાથ ગોએન્કા પુરસ્કાર અને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારના પ્રાપ્તકર્તા હતા.

એક ઈમેલમાં, કંપનીએ કહ્યું, “NDTV માટે આ દુઃખદ દિવસ છે. અમે કમાલ ખાનને ગુમાવ્યો છે, તેઓ 61 વર્ષના હતા અને અમારા લખનૌ બ્યુરોના આત્મા હતા, એનડીટીવીના અનુભવી પત્રકાર હતા જેઓ પાસે આવનાર કોઈપણ માટે સમય ફાળવતા હતા અને દયાળુ હતા તેઓ ન્યાય અપાવતા હતા.

NDTVએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં કમલના અહેવાલો તેમની ગ્રહણશક્તિ, પ્રામાણિકતા અને કાવ્યાત્મક નિપુણતા સાથે સત્ય પહોંચાડવાની રીત અલગ હતી.