લોકરક્ષક દળની પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, 9 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થઈ જતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.  સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ પરીક્ષાની આગામી તારીખ 6 જાન્યુઆરી જાહેર કરવામાં આવી છે. આ વખતે લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.

નોંધનીય છે કે બે દિવસ પહેલા લોક રક્ષક દળનું પેપર લીક થઈ લાખો યુવાનો અટવાયા હતા. સરકાર દ્વારા આ તમામ યુવકોને આવવા-જવાનો ખર્ચ આપવામાં આવ્યો હતો. આજ રોજ સરકારે નવી તારીખની જાહેરાત કરી હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com