ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જબરજસ્ત માહોલ જામી ચુક્યો છે અને તમામ પાર્ટીઓ ઝંઝાવાતી પ્રચાર પ્રસાર કરી રહી છે ગુજરાતમાં આ વખતે બે નવી પાર્ટીઓની એન્ટ્રીઓથી ભારે રસાકસીભર્યુ જંગ ખેલાઇ રહ્યો છે જેમાં ત્રીજા પક્ષ તરીકે આમઆદમી પાર્ટી અને ચોથા પક્ષ તરીકે અસુદ્દદીન અવૈસીની AIMIM પાર્ટી પણ ગુજરાતના કેટલીક સીટો પર ચૂંટણી લડી રહી છે. AIMIMની એન્ટ્રીથી કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યુ છે કારણકે મુસ્લિમ વોટબેન્ક પર કોંગ્રેસની જ પકડ રહી છે અમદાવાદની 4 બેઠક પર કોંગ્રેસના પંજો લહેરાયો છે જેમાંથી 3 બેઠક તો લઘુમતી પ્રભુત્વ વાળી છે
થોડાક દિવસ આગાઉ AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદ્દદ્દીન અવૈસીએ અમદાવાદની બાપુનગર બેઠક પરથી શાહનવાઝ પઠાણ ઉર્ફે (સીબુ)ને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો જોકે આજે બપોરે શાહનવાઝ ખાન જે બાપુનગરના ઉમેદવાર છે તેમણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ છે અને તેઓ હવે ચૂંટણી નહી લડે તેમજ કોગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો જાહેર કર્યો છે AIMIM અમદાવાદની ચાર જેટલી બેઠકો પર ઉમેદવાર જાહેર કરી ચુકી છે જેમાં જમાલપુર -ખડિયા, દરિયાપુર, દાણીલીમડા અને ચોથી બેઠક તરીકે બાપુનગરનું સમાવેશ થાય છે બાપુનગર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા અનેક તર્ક- વિર્તક સર્જાયા છે જોકે આ સમાચાર કોંગ્રેસને રાહત આપે તે પ્રકારના છે હવે કોંગ્રેસની AIMIM પાર્ટીના આવવાથી મતાના વિભાજન થવાની ચિંતા પણ ટળી છે