ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા જે સમ્રગ વિશ્વમાં ગરબા ક્ષેત્રે ગુજરાતનું આગવુ સ્થાન છે. ગુજરાતમાં ગરબા ન હોય એટલે આત્મા વગરનું શરીર અને કોરોનાકાળના કારણે છેલ્લા બે વર્ષથી તમામ તહેવારો પર કોરોનાની આભડછેટ લાગી હતી અને હાલ સ્થિતિ સામાન્ય બનતા તમામ તહેવારોની છુટછાટ મળી છે જેમાં લોકોના ચહેરા પર અનોખી રંગત જોવા મળી રહી છે આ વખતે મનમૂકીને ગરબા રસિયાઓ ગરબે ઘુમવાને છે ગરબાને લઇ તાજેતરમાં રાજકોટ પોલીસ કમિશનર દ્રારા રાત્રિના 10 વાગ્યા સુધી ગરબા માટે મંજૂરી આપવામાં આવતા ગરબા રસિયાઓમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી
જેને લઇ આજે સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી હર્ષસંઘવીએ રાત્રિ 12 વાગ્યા સુધી ગરબાની રમવાની ટ્વીટ કરી સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે જેને લઇ ગરબા આયોજક અને રસિયાઓએ પણ રાહતના શ્વાસ લીધા છે 2 વર્ષ બાદ ગરબા યોજાતા હોવાથી ગરબા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગરબા આયોજકો પણ ગૃહરાજ્યમંત્રીના નિર્ણયને આવકારી રહ્યા છે.