ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો: ઈસુદાન ગઢવી

0
48

નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે: ઈસુદાન ગઢવી

હું અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નિવૃત્ત જવાનોના ધરણા પ્રદર્શન વાળી જગ્યાએ ખબર લેવા ગયા હતા: ઈસુદાન ગઢવી

નિવૃત સૈનિકોની માંગોને લઈને જે રીતે તેમના પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી: ઈસુદાન ગઢવી

ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું: ઈસુદાન ગઢવી

જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ જવાનો પર હુમલા કરવાની શું જરૂર છે?: ઈસુદાન ગઢવી

ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમનું 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, અને સરહદ પર પોતાની જાનની બાજી લગાવતા જવાનોની માંગ સરકાર સાંભળતી નથી: ઈસુદાન ગઢવી

ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી

નિવૃત જવાનની મૃત્યુ દર્શાવે છે કે ભાજપને શાસન કરતા આવડતું નથી, રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે: ઈસુદાન ગઢવી

નિવૃત જવાનની મૃત્યુ બાદ ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે કે તે જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી પણ છે: ઈસુદાન ગઢવી

ગોમતીપુરમાં જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે: ઈસુદાન ગઢવી

ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં: ઈસુદાન ગઢવી

ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે, તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે: ઈસુદાન ગઢવી

ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે: ઈસુદાન ગઢવી

ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ગતરોજ હું અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ અમે બંને નિવૃત્ત સૈનિકો જ્યાં બેઠા હતા ત્યાં ગયા હતા. તેમની માંગોને લઈને જે રીતે નિવૃત સૈનિકો પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી. જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ તેમના પર હુમલા કરવાની શું જરૂર છે? આના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ જવાન વિરોધી છે. જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે.

જે રીતે જવાનો એમની માંગણી લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને લાઠીચાર્જ કર્યા બાદ બેરહેમીના કારણે એમનો જીવ ચાલ્યો ગયો. ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમને તો તમે બધું આપી દો છો, 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, પરંતુ તેમણે જરૂર જ નથી. આ લોકો સરકાર પાસે કંઈક માંગ કરી રહ્યા છે અને આ તે લોકો છે જે તમારી અને મારી સુરક્ષા માટે, સરહદ પર પોતાની જાનની બાજી લગાવે છે. તમે વિચાર કરો કે ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું. ભાજપ નાકામયાબ સાબિત થઈ છે અને ભાજપને શાસન કરતા આવડતું નથી. રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે જે સરકાર સી.આર.પાટીલ બેકફુટ ઉપર ચલાવે છે અને એ જ કારણસર આ નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું છે.

ઈસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, આખા દેશને ખબર છે કે ગુંડાઓની, બેઈમાનોની પાર્ટી કોણ છે. આમ આદમી પાર્ટીના લોકો પર વારંવાર હુમલાઓ કરવા, હમણાં જ સૌએ જોયું છે કે અમારા મહામંત્રી મનોજ સોરઠીયાનું માથું ફાડી નાખ્યું હતું. મીડિયાને પણ ખબર છે કે તે કોણ છે. ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગયા છે. ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો. જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો નથી કર્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે ડોર ટુ ડોર કેમ્પેનમાં લોકોના ઘરે ઘરે જઈને ગેરંટી કાર્ડ વેચી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં આવીને વિરોધ કર્યો હતો. છતાંય ત્યાં અમારા કાર્યકર્તા ગીતાબેન અને એમના પતિ તે જગ્યા છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પાછળથી જે લોકોએ આ કામ કર્યું હોય તેની અમને કોઈ જાણ નથી.

આમ આદમી પાર્ટીને બદનામ કરવાની ભાજપ વાળા કોઈ કસર છોડતા નથી. આમ આદમી પાર્ટી શરીફોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર, કટ્ટર દેશભક્ત પાર્ટી છે. ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે. તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે. ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં.

ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે. એટલે અર્બન નક્સલવાદીઓ જેવા મુદ્દાઓ હવે ભાજપ વચ્ચે લાવી રહી છે. આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે. તે માટે જો ભાજપ કોઈ ચાલ ચાલી રહી હોય તો તે સપના જોવાનું છોડી દે. ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે. ભગવાનથી પ્રાર્થના છે કે હવે ગુજરાતને ભાજપના ભ્રષ્ટ શાસનથી મુક્ત કરાવે.