મફતમાં Netflix જોવા વાળાની હવે ખેર નહિ! થઇ જાઓ સાવધાન નહિતર ચુકવવા પડશે પૈસા

0
40

Netflix આવક અને સબસ્ક્રાઇબર્સને વધારવા માટે ઘણા નવા ફેરફારો કરી રહ્યું છે. હવે નેટફ્લિક્સ કેટલાક માર્કેટમાં પાસવર્ડ શેરિંગ બિઝનેસ બંધ કરી રહ્યું છે. ભૂતપૂર્વ CEO રીડ હેસ્ટિંગ્સે ગયા વર્ષે જાહેર કર્યું હતું કે પાસવર્ડ શેરિંગ વિકલ્પ તબક્કાવાર રીતે બંધ કરવામાં આવશે. હવે નવા CEO ગ્રેગ પીટર્સ અને ટેડ સરાંડોસે Netflix માં પદ સંભાળ્યું છે.

Netflix વાપરવા માટે તમારે ચૂકવણી કરવી પડશે

તેઓએ કહ્યું છે કે Netflix પાસવર્ડ શેરિંગ તમામ વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. જેનો અર્થ છે કે જે ભારતીયો નેટફ્લિક્સનો ઉપયોગ કરવા માટે મિત્રો અને અન્ય લોકો પર આધાર રાખે છે તેમને ટૂંક સમયમાં પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવાની જરૂર પડશે. જો વપરાશકર્તા તેના મિત્રના નેટફ્લિક્સ એકાઉન્ટનો ઉપયોગ કરવા માંગે છે, તો તેણે $ 3 (લગભગ રૂ. 250) ચૂકવવા પડશે. પરંતુ ભારતીય યુઝર્સ માટે ચાર્જ કેટલો હશે. તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

સીઈઓએ આ પ્રતિક્રિયા આપી હતી

CEOએ કહ્યું કે Netflix માટે ચૂકવણી ન કરતા મોટાભાગના યુઝર્સ પ્લેટફોર્મનો સતત ઉપયોગ કરે છે. તેમને ટૂંક સમયમાં ચૂકવણી કરવી પડશે. CEO પીટર્સ ભારત જેવા દેશો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાહક આધારને 15-20 મિલિયન સુધી વધારવા પર ભાર મૂકે છે. પીટર્સે કહ્યું કે તે ઇચ્છે છે કે જે વપરાશકર્તાઓ હાલમાં Netflix નો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરતા નથી તેઓ આખરે તેઓ જે સામગ્રી જુએ છે તેના માટે ચૂકવણી કરે.

પરીક્ષણ ચાલી રહ્યું છે

તમને જણાવી દઈએ કે, Netflix હાલમાં કોસ્ટા રિકા, ચિલી, પેરુ અને કેટલાક અન્ય દેશોમાં પાસવર્ડ શેરિંગ બંધ કરવાનું પરીક્ષણ કરી રહ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર Netflix ભારત સહિત અન્ય માર્કેટમાં માર્ચ 2023થી પાસવર્ડ શેર કરવાનું બંધ કરશે. લોકોના મનમાં એ પ્રશ્ન હજુ પણ છે કે કંપની કેવી રીતે ઓળખશે. તમને જણાવી દઈએ કે, નેટફ્લિક્સ આઈપી એડ્રેસ, ડિવાઈસ આઈડી અને એકાઉન્ટ એક્ટિવિટી દ્વારા નવા પાસવર્ડ શેરિંગ નિયમનો અમલ કરશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં Netflix 149 રૂપિયા, 199 રૂપિયા, 499 રૂપિયા અને 649 રૂપિયાની કિંમતના ચાર પ્લાન ઓફર કરે છે.