ભારતમાં લોન્ચ થયો Nokia 7.1 ,જાણો શું છે કીંમત અને ફીચર

નોકિયાનો આ નવો સ્માર્ટફોન 7 ડિસેમ્બરથી વેચાણ માટે અવેલેબલ થશે

નોકિયા બ્રાન્ડની માલિક HMD ગ્લોબલે આજે (30 નવેમ્બરે) ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન નોકિયા 7.1 લોન્ચ કરશે. નવો Nokia 7.1 મિડ રેન્જ સ્માર્ટફોન છે અને તેની ખાસિયત પ્યોરવ્યૂ ડિસ્પ્લે તથા ડ્યુઅલ રિઅર કેમેરા છે. ઉલ્લેખનીય છે કે, HMD ગ્લોબલ દ્વારા 5 ડિસેમ્બરે દુબઇ અને 6 ડિસેમ્બરે ભારતમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં કંપની દ્વારા Nokia 8.1, Nokia 2.1 અને Nokia 9 સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવી શકે છે.

નોકિયા 7.1ની કિંમત 19999 રૂપિયા રાખવામાં આવી છે.. ફોનનું વેચાણ દેશભરના રિટેલ સ્ટોર્સ અને Nokia.com પર શરૂ થશે. ફોન ગ્લોસ મિડનાઇટ બ્લૂ અને ગ્લોસ સ્ટીલ કલરમાં ખરીદી શકાશે. ઓફલાઇન સ્ટોર્સમાંથી HDFC બેન્કના કાર્ડ્સ દ્વારા EMI પર ફોન ખરીદવા પર 10 ટકા કેશબેક પણ મળશે.

5.84 ઇંચની નૉચવાળી ફુલ HD+ પ્યોરવ્યૂ ડિસ્પ્લે
– 4 જીબી રેમ
– 64 જીબી સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
– 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
– 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
– ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર
– 3060 mAhની બેટરી
– યુએસબી ટાઇપ-સી ચાર્જર
– ફોનની સાથે 18 વૉટનું ફાસ્ટ ચાર્જર મળશે
– એન્ડ્રોઇડ 8.1 ઓરિયો સપોર્ટ

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com