હવે ડાયાબિટીસના કારણે વિધાનસભાનો સમય બદલાશે જાણો કેમ

જો માણસ સ્વસ્થ હોય તો સંપત્તિ પણ તેની સામે ઝાંખી પડે, કહેવત છે ને કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. પરંતુ આપણા ધારાસભ્યોનું સ્વાસ્થ્ય લથડેલું રહે છે. જેને લઈને હવે ગુજરાત વિધાનસભાનો 12 વાગ્યાનો સમય 11 વાગ્યાનો કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે. સમય બદલવાની આ હિલચાલ પાછળ ડાયાબિટીસ સહિતના રોગથી પીડાતા કેટલાક ધારાસભ્યો છે. આ મામલે ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ અને બંને પક્ષના દંડકને મૌખિક રજૂઆત કરી હતી. ધારાસભ્યોની રજૂઆતને પગલે અધ્યક્ષ અને બંને પક્ષના દંડક પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com