કોંગ્રેસ કાર્યાલાય ખાતે યુવા નેતાઓને ટિકિટ આપવાની માગણી સાથે NSUI પડ્યુ મેદાને

0
58

ચૂંટણીટાણે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઇ ભારે ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે. અને આ વખતે યુવા ચહેરાઓએ પણ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. અત્યારસુધી કોંગ્રેસ ઉમેદવારોની ત્રણ જેટલી યાદી બહાર પાડી ચૂકી છે પરંતુ યુવા ઉમેદવારોને લઇ હજુ સુધી કોઇ ચેહરો આ યાદીમાં જોવા મળ્યું નથી ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે યુવા સંગઠનની કારોબારી બેઠક મળી હતી જેમાં યુવા નેતાઓને ટિકિટ આપવાની બુમરાણ સાથે યુવા કાર્યકરો બેનરો થકી માંગ કરી છે યુવાઓને ટિકિટ આપવાની માગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના કાર્યકરો પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા વિવિધ યુવાનેતાઓના સમર્થનમાં નારેબાજી કરી ટિકિટની માગ કરી હતી

આ અંગે NSUIના કાર્યકર જણાવ્યુ હતુ કે યુવા કોંગ્રેસ તરફથી એક માગણી એવી છે કે આ વખતે જે વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે જેમાં નિષ્પક્ષ રીતે કાર્ય કરે છે અને યુવાનોને મદદરૂપ થાય છે તેવા ઉમેદવાર NSUI ના શાહનવાઝ શેખ અને હરપાલચુડાસમાને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે

વધુમાં તેમણે કહ્યુ કે અમારી ઘણી બધી બેઠક એવી છે કે જેમાં અમારા પ્રદેશ પ્રમુખ હરપાલચુડાસમા નરેન્દ્રથી કોડીનાર હોય જમાલપુરથી શાહનવાઝશેખ હોય જે વર્ષોથી યુવાનોને સાથે રાખીને ચાલે છે તેમના પર હજારો કેસો થયા છે છતાય પણ યુવાનોનુ અવાજ બનતા આવ્યા છે એટલે અમે અમારી યુવાની આખી કોંગ્રેસ પક્ષમાં આપવા તૈયાર છે અમારી એ માગણી છે કે યુવાનોને વધુમાં વધુ ટિકિટ આપવામાં આવે.