ચૂંટણી ટાણે OBC સમાજ સક્રિય ભૂમિકા ભજવશે : OBC રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ

0
63

વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે જેને લઇ તમામ રાજ્કીય પક્ષોએ કમરકસી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેને લઇ તમામ પક્ષો મતદરોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અને કેન્દ્ર કક્ષાએથી એક બાદ એક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યમાં OBC મતોને કબ્જે કરવા ભાજપે કવાયત હાથધરી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ બદમ થિયરી અમલમાં મૂકી છે જેમાં બક્ષીપંચ, દલિત અને મુસ્લિમને લઇ હવે કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરશે આજે ગાંધીનગર ખાતે OBC સમાજની રાષ્ટ્રીય અધ્યક્ષની બેઠક મળી છે જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી રણનિતી ઘડવામાં આવી રહી છે.

ત્યારે આજે OBC સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે જેઓ ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યાં હતા જયાં તેમણે જણાવ્યુ જયારે બાજપાઇ હતા ત્યારે રાજસ્થાનમાં તેમણે જાટો માટે અલગ આરક્ષણ આપ્યુ હતું આગામી દિવસોમાં OBC મોરચા ચૂંટણીને લઇ સક્રિય થશે 8 વર્ષમાં મોદી સરકારે 55 ટકા OBC સમાજ માટે દિવસ- રાત મહેનત કરી રહી છે કેન્દ્રની યોજનાથી OBC સમાજને સૌથી વધુ ફાયદો થઇ રહ્યો છે તેવી વાત કે લક્ષ્મણે કરી હતી તેમણે રાહુલગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે આજે રાહુલગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે કોના માટે કરે છે ખબર નથી પડી રહી એક નફરત પેદા કરી રહ્યા છે બીજેપી ,RSS વિરુદ્ર પ્રચાર કરી રહ્યા છે તેમણે કહ્યુ કે ભારત જોડો યાત્રા છોડો કોંગ્રેસ જોડો યાત્રા કરો કોંગ્રેસમાંથી દરરોજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે કે લક્ષ્મણ રાહુલગાંધીની ચર્ચામાં આવેલી ટી-શર્ટનું ઉલ્લેખ કરતા કહ્યુ કે તમે અમેરિકાથી 40 હજારની ટી-શર્ટ પહેરી ભારત જોડોયાત્રા કરી રહ્યો છો આગામી ચૂંટણીને લઇ ગુજરાત કર્ણાટક ,હિમાચલ પ્રદેશમાં OBC સમાજ સક્રિય ભૂમિકા ભજવશે અને ગામડે-ગામડે પહોંચીને લોક સાથે સંપર્ક કરીશું તેવી વાત કહી છે