મોઘવારી, બેરોજગારીના મુદ્દાને લઇ કોંગ્રેસ પડી મેદાને સમ્રગ દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો કાળા કપડા પહેરી નોંધાવ્યો વિરોધ

0
47

દેશમાં દિવસને દિવસે મોઘવારી નવા-નવા રેકોર્ડ સર્જી રહી છે. શોખ -મોજની ચીજવસ્તુઓ તો ઠીક જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ મોંઘી બનતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઇંઘણ, ખાધ્યતેલ, શાકભાજી. સી એન જી, પી એન જી રાંધણ ગેસની સહિતની વસ્તુઓમાં તોંતિગ ભાવ વધારો ઝીંકતા સામાન્ય જનતાની કમરભાંગી પડી છે જેને લઇ કોંગ્રેસ મોઘવારી મુદ્દે આક્રમક બની છે સમ્રગ દેશમાં મોઘવારીને લઇ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્રારા દિલ્હીથી રાષ્ટ્રપતિ ભવન અને પી એમ નિવાસસ્થાનનું પણ ઘેરાવ કર્યો હતો

તો બીજી તરફ ગુજરાતના વડોદરામાં પણ કોંગ્રેસ પક્ષ દ્રારા માંડવી વિસ્તારમાં મોઘવારી અને GST મુદ્દે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યુ હતુ જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધવ્યો છે જયાં પહેલાથી જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત હતો શહેર પ્રમુખ , કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચાર ઉચ્ચાર્યા હતા

આજે કોંગ્રેસ દ્રારા રસ્તાઓ પર ઉતરી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો દ્રારા કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે

જેને લઇ દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલગાંધીની વિજયચોકથી અટકાયત કરવામાં આવી છે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ કાર્યાલય ખાતેથી અટકાયત કરી લેવાઇ છે