વિધાનસભા સત્રનું આજે બીજો દિવસ વિરજી ઠુમ્મરે ભાજપના દંડક પર કર્યા શાબ્દિક પ્રહાર

0
48

હાલ વિધાનસભાના ચોમાસા સત્રનું બીજો એટલે છેલ્લો દિવસ છે અને ભૂપેન્દ્ર સરકારનું પણ આ છેલ્લો સત્ર છે. જેમાં વિરોધપક્ષ આક્રમક જોવા મળી રહ્યો છે પહેલા દિવસે પણ વિધાનસભાનું સત્ર ખૂબ જ તોફાની રહ્યો હતો જેમાં 15 જેટલા કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ વખતે સત્રમાં પ્રશ્નોતરીકાળ દૂર કરાતા વિપક્ષ પહેલાથી જ આકરાપાણીએ જોવા મળી રહ્યો છે.

ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિરજી ઠુમ્મરએ ભાજપના વિધાનસભાના દંડક પકંજ દેસાઇ પર શાબ્દિક પ્રહારો કર્યા છે જેમાં વિરજી ઠુમ્મરે કટાક્ષ કરતા ક્હ્યુ કે ” પકંજ દેસાઇ હજુ સુધી મંત્રી ન બન્યા શક્યા દંડક જ રહ્યા” જે બાદ વિધાનસભાના અધ્યક્ષે વિરજી ઠુંમ્મરને ઠપકો આપ્યો હતો અને શબ્દો રેકોર્ડ પરથી દૂર કરાવ્યા હતા

વિધાનસભાગૃહમાં કેગનો અહેવાલ પણ રજૂ કરાયો હતો જેમાં પોલ્યુશન કોન્ટ્રલ બોર્ડની કેગનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યુ થોળ અભારણ્યને રામસર સ્થળ તરીકે હવાની ગુણવત્તા નિયમિત દેખરેખ રાખવા ભલામણ કરવામાં આવી છે અને ગાંધીનગર મનપાના ઘનકચરાને નિરાકરણને લઇને પણ ટિપ્પણી કરવામાં આવી હતી