AMC 300 કરોડની લોન લેવા અંગે વિપક્ષ આકરાપાણીએ ડુપ્લેટી ચલણી નોટો વહેચી વિરોધ નોંધાવ્યો

0
43

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા 200 કરોડ રૂપિયાના બોન્ડ લેવાની બાબતે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્રારા AMCના મુખ્ય ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ વિપક્ષનેતા શહેઝાદખાન પઠાણની આગેવાની કોંગ્રેસના કોર્પોરેટર અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ડુપ્લીકેટ ચલણી નોટોની વહેંચણી કરી અનોખો વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો જેમાં 350 કરોડ રૂપિયાની લોન ગુજરાત સ્ટેટ ફાયન્નાસ કોર્પોરેશન દ્રારા માગવામાં આવી છે જેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ ખાતે સરકાર વિરોધી સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

આ અંગે વિપક્ષનેતા શહેઝાદખાન પઠાણે મિડિયા સાથે વાતચીત કરતા જણાવ્યા હતુ કે ભાજપ શાસનમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લોન લેવાની જરૂરિયાત પડી છે 9 હજાર કરોડ રૂપિયાનું બજેટ હોવા છતા આજે AMCને લોન લેવાની ફરજ પડી છે 350 કરોડની લોન 200 કરોડના બોન્ડ પહેલા પણ 350 કરોડની લોન રિવરફન્ટ્રના નામે લેવામાં આવી છે હજુ 500 કરોડ કોન્ટ્રકટરોને આપવાના બાકી છે AMTS નુકશાનમાં ચાલી રહ્યો છે આ સ્ષષ્ટ દર્શાવે છે કે કોર્પોરેશનની તિજોરી ખાલી થઇ ચૂકી છે આજે કોર્પોરેશનની પાસે પ્રાથમિક સુવિધા આપવા માટે પણ પૌસા નથી તો બીજી તરફ ભાજપ મોટા- મોટા આયોજન કરી રહી છે પ્રાથમિક સુવિધા પૌસાઓ માત્રને માત્ર આયોજન વપરાર્યા હોવાની વિપક્ષનેતાનું આરોપ છે