ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાની સદી બાદ પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને કંઈક આ પ્રકારનું ટ્વીટ કર્યું હતું, જેના પછી તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ટેસ્ટ મેચના બીજા દિવસે ખ્વાજા 180 રન બનાવીને આઉટ થયો હતો. ફરીદ ખાને ટ્વિટર પર લખ્યું કે ઉસ્માન ખ્વાજા આ સદીમાં ભારત સામે ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાનમાં જન્મેલા ઓપનર બની ગયા છે. આ પહેલા 1999માં સઈદ અનવર અને શાહિદ આફ્રિદીએ ચેન્નાઈમાં આવું કર્યું હતું. ભારતીય ક્રિકેટ ચાહકોને ફરીદ ખાનનું આ ટ્વીટ વધુ પસંદ ન આવ્યું અને ત્યાર બાદ તેના સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનું શરૂ થઈ ગયું.
Usman Khawaja is the first Pakistan-born opening batter to score a Test hundred against India in India this century. The last two openers were Saeed Anwar and Shahid Afridi at Kolkata and Chennai respectively in 1999. #INDvAUS pic.twitter.com/Uv9zu1e7Fl
— Farid Khan (@_FaridKhan) March 9, 2023
ઉસ્માન ખ્વાજાનો જન્મ 1986માં ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં થયો હતો. ખ્વાજા બાળપણમાં પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા હતા. તેણે સિડનીમાં 2011ની એશિઝ સિરીઝની મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જેની સાથે ખ્વાજા ઓસ્ટ્રેલિયા માટે રમનાર પ્રથમ મુસ્લિમ ક્રિકેટર બન્યો હતો.
Usman Khawaja is the first Pakistan-born opening batter to score a Test hundred against India in India this century. The last two openers were Saeed Anwar and Shahid Afridi at Kolkata and Chennai respectively in 1999. #INDvAUS pic.twitter.com/Uv9zu1e7Fl
— Farid Khan (@_FaridKhan) March 9, 2023
આ શ્રેણીમાં ખ્વાજાનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે દિલ્હી ટેસ્ટમાં 81 રન બનાવ્યા હતા જ્યારે ઈન્દોર ટેસ્ટમાં તેણે 60 રન બનાવ્યા હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023માં અત્યાર સુધી ખ્વાજાના નામે સૌથી વધુ રન છે.
ખ્વાજાની વિકેટ અક્ષર પટેલના ખાતામાં ગઈ હતી. ખ્વાજાએ 422 બોલમાં 21 ચોગ્ગાની મદદથી 180 રનની આ યાદગાર ઇનિંગ રમી હતી.