Pakistan: ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો, લશ્કર-એ-ઈસ્લામના 2 કમાન્ડર ઠાર, 8 સુરક્ષાકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા
Pakistan પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં છેલ્લા ઘણા સમયથી સુરક્ષા જવાનો ખાસ ઓપરેશન ચલાવી રહ્યા છે. ગઈકાલે પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ ઓપરેશન દરમિયાન તેનું લશ્કર-એ-ઈસ્લામના આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેના ગોળીબારમાં સૈનિકોએ લશ્કર-એ-ઈસ્લામના ટોચના કમાન્ડર સહિત 9 લોકોના મોત થયા હતા.
આ હુમલામાં 8 પાકિસ્તાની સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.
અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેનાએ સોમવારે મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સશસ્ત્ર આતંકવાદીઓ અને પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ હુમલામાં લશ્કર-એ-ઈસ્લામના બે વરિષ્ઠ કમાન્ડર માર્યા ગયા હતા. પરંતુ અથડામણમાં 8 પાકિસ્તાની સુરક્ષા જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો.