પારડી ચાર ગ્રામચાયતના ચૂંટણીના પરિણામ જાહેર થતા ભાજપમાં ખુશી ની લહેર .

પારડી તાલુકાના ગ્રામીણ વિસ્તારના ચાર ગામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યો ની ચૂંટણીના મુરતિયા મેદાને રહ્યા હતા. આજ રોજ પારડી મામલતદાર ખાતે આ ચૂંટણી નું પરિણામ જાહેર થયું હતું। આ પરિણામ માં ભાજપ સમર્થિત સરપંચ નો વિજય થતા ભાજપમાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી.
          આજ રોજ પારડી મામલતદાર ખાતે ગ્રામપંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું બપોરે 12 વાગ્યા સુધીમાં ઈવીએમ માં ગણતરી પૂર્ણ થઇ હતી. જેમાં ઉમરસાડી દેસાઈવાડ ખાતે વનીતાબેન રાજેશભાઈ નાયક બિનહરીફ ચૂંટાયા હતા. કોટલાવ ખાતે સરપંચ સુમિત્રાબેન મોહનભાઇ હળપતિ નો 54 વોટ વિજય  થયો હતો. નિમખલ ખાતે સરપંચ ઠાકોરભાઈ સોમાભાઈ પટેલ નો 57 વોટ થી વિજય થયો હતો. જયારે આસ્મા ખાતે હિતેષભાઇ હરીશભાઈ પટેલનો 17 વોટ થી વિજય થયો હતો. આમ સમગ્ર પંચાયતમાં ભાજપનું મોજું ફરી વળ્યું હતું। વિજેતા થયેલા સરપંચ અને સભ્યો એ વિજય રેલી કાઢી હતી. વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ શુભેચ્છા પાઠવી હતી.
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com