હવેથી, Paytm એપ દ્વારા માત્ર ફોન નંબરથી જ કોઈપણ પે-એપ પર પેમેન્ટ કરી શકાશે ! નવી સુવિધા આવતા ગ્રાહકોમાં ખુશી

0
68

આજકાલ વર્ચ્યુઅલ નાણાંકીય વ્યવહારોનો જમાનો આવી ગયો છે અને સેલેરી પણ વર્ચ્યુઅલ આવે છે અને મોલ,શોપ કે મુસાફરી દરેક જગ્યાએ ઓનલાઈન ખરીદી કે બુકીંગ થઈ જતા હવે રોકડ વ્યવહાર ખુબજ ઓછા થઈ ગયા છે ત્યારે આવા સમયે
પેટીએમ ઉપર વધુ નવી સુવિધા આવી ગઈ છે જેથી પ્રોસેસ સરળ બની છે.

મહત્વનું છે કે જ્યારે UPI એપથી પેમેન્ટ કરવુ હોય ત્યારે 4 જ વિકલ્પો મળે છે, પહેલો વિકલ્પ- QR કોડ સ્કેન કરીને, બીજો વિકલ્પ- UPI આઈડીથી, ત્રીજો વિકલ્પ- એક જ પ્લેટફોર્મનાં બે યુઝર વચ્ચે અને ચોથો વિકલ્પ- બેન્ક એકાઉન્ટની માહિતીની મદદનો વિકલ્પ ઉપલબ્ધ હતો પણ
હવે આ 4 વિકલ્પો સિવાય પણ એક નવી સુવિધા Paytm એપ ઉપર આવી ગઈ છે. Paytm ઉપરથી તમે હવે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને અન્ય કોઈપણ પેમેન્ટ એપ પર સીધા જ પૈસા મોકલી શકો છો. આ સુવિધા આપનારી Paytm પ્રથમ એપ બનશે. Phonepay અને Gpay પછી Paytm એ ત્રીજુ સૌથી મોટું UPI પેમેન્ટ એપ છે.

UPIમાં સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપી છે. અગાઉ ડિજિટલ વોલેટનો ટ્રેન્ડ હતો પણ આ વોલેટમાં KYC જેવી માથાકૂટ કરવી પડે છે,પરંતુ હવે UPIમાં કંઈ જ કરવાનું રહેતું નથી.
NCPI એ UPI ઓપરેટ કરે છે
RBI ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમ ચલાવે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) IMPS, RuPay, UPI જેવી સિસ્ટમનું સંચાલન કરે છે. સરકારે 1 જાન્યુઆરી, 2020થી UPI વ્યવહારો માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું છે.

–હવે UPI સિસ્ટમ વાસ્તવિક સમયમાં ફંડ ટ્રાન્સફર કરે છે. એક એપ્લિકેશનમાં અનેક બેંક ખાતાઓ લિંક કરી શકાય છે.

–કોઈને પૈસા મોકલવા માટે તમારે ફક્ત તેમના મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા UPI IDની જરૂર પડે છે.

–UPI ને IMPSનાં મોડલ પર વિકસાવવામાં આવ્યું છે એટલા માટે તમે UPI એપ દ્વારા 24×7 બેંકિંગ કરી શકો છો.

–UPI સાથે ઓનલાઈન શોપિંગ માટે OTP, CVV કોડ, કાર્ડ નંબર, એક્સપાયરી ડેટની જરૂર નથી.

આમ,Paytm પર નવી સુવિધા આવી જતા અને માત્ર ફોન નંબરથી જ કોઈપણ પે-એપ પર પેમેન્ટ કરી શકાય છે જેથી વધુ આસાન બન્યું છે અને આવું કરનાર Paytm પ્રથમ એપ બનશે