પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાલામાં મેચ રમાશે. IPL 2023માં બંને ટીમો બીજી વખત એકબીજા સામે મેદાનમાં ઉતરશે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેણે અત્યાર સુધી રમેલ 12માંથી માત્ર 4 મેચ જીતી છે. દિલ્હી માટે સ્પિન બોલરો સૌથી મોટો પડકાર રહ્યો છે. તેણે પંજાબ સામે પણ સ્પિનરો સામે સાવચેતી રાખવી પડશે. દિલ્હીએ આ સિઝનમાં સ્પિન બોલરો સામે 37 વિકેટ ગુમાવી છે. આ અન્ય ટીમ કરતાં વધુ છે.
દિલ્હીને છેલ્લી મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 136 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન દિલ્હીએ સ્પિન બોલરો સામે 6 વિકેટ ગુમાવી હતી. પંજાબના હરપ્રીત બ્રારે 4 વિકેટ લીધી હતી. જ્યારે રાહુલ ચહરે 2 વિકેટ લીધી હતી. લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર હરપ્રીતે દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નર, ફિલિપ સોલ્ટ, રિલે રૂસો અને મનીષ પાંડેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
પંજાબના બોલર હરપ્રીત બ્રારે આ સિઝનની 11 મેચમાં 9 વિકેટ લીધી છે. જ્યારે રાહુલ ચહરે 7 વિકેટ લીધી છે. આ બંને બોલર દિલ્હી માટે ખતરો સાબિત થઈ શકે છે. છેલ્લી મેચમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પણ બે વિકેટ ઝડપી હતી. આથી આ ત્રિપુટી ફરી એકવાર દિલ્હી પર છવાયેલો પડી શકે છે. ટીમના કેપ્ટન વોર્નરને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે.
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં પંજાબ કિંગ્સે 12 મેચ રમીને 6 મેચ જીતી છે. તેને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ પોઈન્ટ ટેબલમાં 10માં નંબર પર છે. જ્યારે દિલ્હી સૌથી નીચે છે.