PCBએ અમદાવાદના પોશવિસ્તારમાં દોરડા પાડી દારૂનો જથ્થો સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો

0
83

ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીને લઇ કાવાદાવાઓ કરવામાં આવતા હોય છે. રાજ્યસરકાર પણ દારૂબંધી મામલે સજાકતાથી કામ કરી રહી હોવાનો બણંગાઓ મંત્રીઓ દ્રારા કરવામાં આવતા હોય છે.તે વચ્ચે પણ ગુજરાતને અડીને આવેલા રાજ્યમાંથી બુટલેગરો અવનવા –કિમિયાઓ અપનાવી પોલીસની આંખ ધૂળ નાખી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવી રહ્યા છે.
તો બીજી તરફ કેટલાક બુટલેગરો શહેરમાં નવા નવા નુસ્ખો અપનાવી હવે બીજી રાજ્યમાંથી દારૂ મંગાવાના બદલે ગુજરાતના અમુક શહેરોમાં જ જુદી-જુદી ફેકટરીઓની આડમાં નકલી દારૂ બનાવી રહ્યા છે. અમદાવાદના પોશવિસ્તારમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ધમધમી રહી હોવાની ખાનગીરાહે બાતમી PCBને મળી હતી કે માણેકબાગ પાસે આવેલી અભિલાષા એપાર્ટમેન્ટ નકલી દારૂ બનાવાનો રેકેટ ચાલી રહ્યો છે જયાં PCBની ટીમે દોરડા પાડી 22 વિદેશી દારૂની બોટલ સાથે 1 બુટલેગરને ઝડપી પાડ્યો હતો જેની બજારકિંમત 44,843 અંદાજવામાં આવી છે PCBની ટીમે દારૂનો રેકેટ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે
PCBની ટીમે સમ્રગ એપાર્ટમેન્ટ તપાસ કરતા મોંધીદાટ બ્રાન્ડદારૂઓની બોટલો મળી આવી હતી જેમાં તમામ નકલી વિદેશી દારૂની બોટલો કબજો કરી પ્રોહબિશન એકટ હેઠળ ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી