અમદાવાદના બહેરામપુરા સમાજિક કાર્યકરો આયોજીત આવકના દાખલા કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

0
36

અમદાવાદના બહેરામપુરા ટાસ્ક ફોર્સ અને આફિયત ગ્રુપ દ્વારા બેરલ માર્કેટમાં ગતરોજ રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી આવકના દાખલા ના કેમ્પનો આયોજન કરાયો હતો. કેટલાક સમાજના જાગૃત લોકો સરકારની યોજનાઓનું અશિક્ષિત અજાણ લોકોને જાગૃત કરી યોજનાનું લાભ લઇ શકે અને હાલના સમયમાં ડોક્યુમેન્ટસનું ખૂબ જ મહત્વ છે જેમાં તે ડોક્યુમેન્ટસ બનાવી કોઇ પણ કામમાં ભવિષ્યમાં અડચણ ન સર્જાય તે માટે સમાજના કાર્યકરો દ્રારા જુદા જુદા કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે

તેના જ ભાગરૂપે બેરલમાર્કેટ વિસ્તારમાં આવકના દાખલાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં આશરે 300 જેટલા આસપાસના રહીશોએ કેમ્પની મુલાકાત લીધી હતી. અને આવકના દાખલાનો ફોરમ ભરીને લોકોએ સરકારી સહાય મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી.


આ કેમ્પ સફળ બનાવવા માટે રબ્બાની શેખ, સામાજિક કાર્યક્તા હનીફ ભાઇ સોડાવાલા,
,સરફરાજ અંસારી,રફીક શેખ,શાહનવાઝ (રાજા),ઝૈદ મન્સુરી,રબ્બાની શેખ,સલીમ લિલગર,એજાઝ મન્સુરી,સાદ મન્સુરી,ઈર્શાદ રંગરેજ,રાશિદ ખાન,મો આબિદ મન્સુરી,હસીમ ભાઈ,ઈબ્રાહીમ ભાઈ ,અબ્દુલ કાદીર,આમિર બેલી ખડે પગે સેવા આપીને લોકોની માટે મદદરૂપ બન્યા હતાઆ કેમ્પમાં ઉપસ્થિત તમામ આસપાસના સ્થાનિકોએ કેમ્પની આયોજન પગલે આભર વ્યકત કર્યુ હતું