27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે: ભગવંત માન

0
38

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આમ આદમી પાર્ટીની વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ દિવસ રાત કાર્ય કરી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી રોડ શો, વિજય સંકલ્પ યાત્રા, તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન, જનસભા અને પદયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો પાર્ટી દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોનાં માધ્યમથી અરવિંદ કેજરીવાલની ગેરંટીની માહિતી જનતા સુધી પહોંચાડવા આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. ભગવંત માનએ આજે ​​ભાવનગરના તળાજા અને મહુવા ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

જનતા 24 કલાક ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? તેમના પોતાના સબંધીએ માટે તિજોરીઓ કેમ ખાલી નથી?: ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ રોડ શોમાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, જનતા 24 કલાક ટેક્સ ભરે છે, સૂતી વખતે પણ ટેક્સ ભરે છે, તો તિજોરી કેવી રીતે ખાલી થાય છે? પોતાના સંબંધીઓ માટે તિજોરીઓ કેમ ખાલી નથી થતી? શું આ માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝે લડાઇ લડી હતી કે, અંગ્રેજો જતા રહે અને આપણાવાળા લૂંટવા માટે આવી જાય. આ તેમના સપનાની આઝાદી નથી, તેમના સપનાની આઝાદી આવશે, જે દિલ્હી અને પંજાબમાં થયું તે ગુજરાતમાં પણ થશે. આ લોકો કહે છે કે ડબલ એન્જિન છે, જ્યારે એક જ એન્જિન સારું છે તો ડબલ એન્જિનની શું જરૂર છે? ગુજરાતને ડબલ એન્જિનની નહીં પણ નવા એન્જિનની જરૂર છે. જો એન્જીન પ્રમાણિક હોય અને ડબ્બામાં લૂંટ થતી હોય તો આવા એન્જીનનું શું કરવું? એન્જીન ઈમાનદાર છે અને ડબ્બા પણ ઈમાનદાર હોય તેવી આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું.

 

 

આઝાદીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છેઃ ભગવંત માન

પંજાબમાં અમે વીજળી ફ્રી કરી નાંખી, 50 લાખ ઘરોનું વીજળીનું બિલ શૂન્ય આવે છે. બીજી પાર્ટીના લોકો કહેતા હતા કે આ લોકો વીજળી ફ્રી કરશે, શિક્ષણ ફ્રી કરશે, હોસ્પિટલમાં સારવાર ફ્રી આપશે તો પૈસા ક્યાંથી આવશે? મને ખબર હતી કે પૈસા ક્યાંથી આવશે, પણ મેં તેમને કહ્યું નહીં. હવે હું કહેવા માંગુ છું કે પૈસા તેમના ખિસ્સામાં છે, તેમને જેલમાં મોકલવામાં આવશે અને તેમની પાસેથી પૈસા આવશે. જ્યારે બાળકો સરકારી શાળામાંથી ભણીને ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, ત્યારે હું માનીશ કે આઝાદી આવી ગઈ છે. નહિંતર, સ્વતંત્રતા તેમની લાલ બત્તીની ગાડીમાં જ રહી ગઈ છે. આઝાદીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી લડી રહી છે.

જ્યારે તમે વોટ આપવા જાઓ, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે, એ તમારી કિસ્મતનું બટન છે:ભગવંત માન

આજે હું તમને સૌને સૌથી મહત્વની વાત જણાવવા માંગુ છું કે, ચૂંટણીના દિવસે જ્યારે તમે વોટ આપવા જશો, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે. બસ એ જો જો કે તે બટન તમારા અને તમારા બાળકોના ભવિષ્યનું બટન છે. જો તમે ખોટું બટન દબાવી દીધું તો તમારા અને તમારા બાળકોના બીજા 5 વર્ષ બરબાદ થઈ જશે. જેવી રીતે પાછલા 27 વર્ષ બરબાદ થઇ ગયા. અમે તમને ગેરંટી આપીએ છીએ કે જો તમે ઝાડુ વાળું બટન દબાવ્યું તો તમારી અને તમારા બાળકોની કિસ્મત ચમકી જશે.

27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે: ભગવંત માન

હું એક સ્કૂલ ટીચરનો દિકરો છું. મને ખબર નહોતી કે હું ક્યારેય મુખ્યમંત્રી બની શકીશ. હું વ્યવસાયે પ્રખ્યાત કલાકાર હતો. આમ તો મારે કોઇ જરૂર નહોતી, આ મોટા લોકોની સામે પડવાની. પરંતુ હું દેશ માટે આ બધું કરી રહ્યો છું. બીજી પાર્ટીવાળા સારું કામ નથી કરતા, પરંતુ આપણે આવી રીતે જ ઘરમાં બેસીને તેમને જોઈ શકતા નથી. એટલા માટે જ રાજનીતિમાં આવવું પડ્યું. ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહે છે, જ્યાં સુધી સારા લોકો તેમની વિરુદ્ધ ઉભા ન થાય, જાગે નહીં. થોડા વર્ષો સુધી જનતા શાંતિથી બેસી શકે છે, ધીરજ રાખી શકે છે અને દિલ પર પથ્થર મૂકીને જીવી શકે છે. પરંતુ 27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે.

અમે સર્વેમાં નથી આવતા, સીધા સરકારમાં આવીએ છીએઃ ભગવંત માન

અમે સર્વેમાં નથી આવતા, અમે સીધા સરકારમાં આવીએ છીએ. પંજાબમાં સરકાર બનશે તેવું કોઈ સર્વેમાં દર્શાવાયું ન હતું. દિલ્હીમાં 67 સીટો આવશે એવું કોઈ સરકારે બતાવ્યું નથી. અહંકારી નેતાઓને હું કહેવા માંગુ છું કે જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા અર્શ પર અને જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા ફર્શ પર હોય છે. ભાજપ સાથે તમને 27 વર્ષ થઇ ગયા છે, પરંતુ પહેલા તમારી પાસે વિકલ્પ નહોતો, પરંતુ હવે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. દર વર્ષે ઝાડ પણ પાન બદલે છે, હવે તમે પણ બદલો. મને એક પત્રકારે પૂછ્યું કે તમે દિલ્હી અને પંજાબમાં ભાજપને કેવી રીતે હરાવ્યું? અમે દિલ્હી અને પંજાબમાં ઝાડૂ વડે કાદવ સાફ કર્યો, જેથી કમળ ઉગે જ નહીં.

 

જ્યારે તમે મતદાન કરવા જાઓ અને ઝાડૂૂનું બટન દબાવો તો સમજવું કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છેઃ ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ રોડ શોમાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે લોકોને પૈસા આપવા પડે છે, પરંતુ તમે અમારું સારું શિક્ષણ, સારી હોસ્પિટલ, ખેડૂતોને MSP, આ બધાના નામ પર અહીંયા આવ્યા છો, જરૂર અમે પાછલા જન્મમાં સારા પુણ્ય કર્યા હશે, આ માટે હું તમારો આભારી છું. ગુજરાતની જનતાનો આ પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું એક પ્રત્યક્ષદર્શી છું કે મેં 7 મહિના પહેલા જોયું છે કે, જ્યારે લોકો આ રીતે ઘરની બહાર આવે છે, ત્યારે તેઓ પંજાબની જેમ સરકારને તોડે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠકો મળી અને 92માંથી 82 ધારાસભ્ય એવા છે જે સામાન્ય ઘરમાંથી આવ્યા છે અને પહેલીવાર ધારાસભ્ય બન્યા છે, હું પણ તેમાંથી એક છું. અરવિંદ કેજરીવાલજીએ સામાન્ય ઘરના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યો. શું બીજેપીના લોકો તમને ક્યારેય કોઈ પોસ્ટ પર બેસાડશે? અહીંયા તો તેમના સંબંધીઓ પુરા થતા જ નથી. સામાન્ય ઘરના દીકરા-દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે, પહેલા કોઈ વિકલ્પ નહોતો પણ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં વિકલ્પ છે. 5મીએ વોટ આપવા જાવ અને ઝાડૂનું બટન દબાવો તો સમજી લેજો કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છે.