પેટ્રોલ કંપનીઓની મનમાની યથાવત, ફરી વધી કિંમતો

છેલ્લા 3 અઠવાડિયાથી સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. આજે ફરી પેટ્રોલ-ડીઝલના કિંમતોમાં વધારો નોંધાયો. અમદાવાદમાં આજે પેટ્રોલ 15 પૈસાના વધારા સાથે 81.04 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 0.06 પૈસાના વધારા સાથે 79.11 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.
દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 28 પૈસાના વધારા સાથે 81.91 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 18 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 73.72 રૂપિયા પ્રતિ સપાટી પર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે જેને પગલે વિપક્ષ પણ સરકાર પર હમલાવર થયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાનો સૌથી વધુ માર મુંબઈકરોની કમર પર પડ્યો છે. મુંબઈમાં પ્રતિ લીટર દીઠ પેટ્રોલમાં 28 પૈસા અને ડીઝલમાં 19 પૈસાોન ભાવવધારો નોંધાયો છે. આજે મુંબઈમાં પેટ્રોલ 89.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.21 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ત્યારે વિપક્ષ ઉપરાંત સામાન્ય નાગરિકોએ પણ સરકાર પર પ્રહાર ચાલુ કર્યા છે અને લોકો પૂછી રહ્યા છે કે અચ્છે દિન ક્યારે આવશે. ઉલ્લેખનીય છે કે 10 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાના વિરોધમાં વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું હતું, જેમાં કેટલાય દળોએ ભાગ લીધો હતો, પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી. પેટ્રોલ-ડીઝલની કિંતોની વિરુદ્ધ માત્ર વિપક્ષ જ નહી પણ સરકારના સહયોગીઓએ પણ હવે સરકાર પર સવાલો કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ ઉઠાવલેએ કહ્યું કે પેટ્રોલની વધતી કિંમતોથી હું પ્રભાવિત નથી કેમ કે હું મંત્રી છું પણ જો હું મંત્રી પદ ગુમાવી દઉ છું તો હું પણ આ ભાવવધારાથી પ્રભાવિત થઈ શકું છું. લોકો પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને પગલે પરેશાન થઈ રહ્યા છે તે સમજી શકાય છે અને સરકારની જવાબદારી છે કે તેઓએ ભાવ ઘટાડવા માટે આકરાં પગલાં ભરવાં જોઇએ.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com