અશોક ગેહલોતે રાજસ્થાનના નાથદ્વારામાં વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન દરમિયાન બોલવાનું શરૂ કર્યું, પરંતુ ભીડે “મોદી-મોદી” ના નારા લગાવવાનું શરૂ કર્યું.
રાજસ્થાનમાં આજે એક કાર્યક્રમમાં લોકોના ટોળાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાષણને અવગણીને સતત ‘મોદી-મોદી’ ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ સ્થિતિમાં સમારોહમાં હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીડને શાંત થવાનો ઈશારો કરતા જોવા મળ્યા હતા. નાથદ્વારામાં વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન દરમિયાન ગેહલોતે બોલવાનું શરૂ કર્યું, પરંતુ ભીડે ‘મોદી-મોદી’ ના નારા લગાવવાનું શરૂ કર્યું.
સૂત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ હસ્તક્ષેપ કરીને લોકોને રોક્યા હતા. પીએમ મોદીએ માત્ર લોકોને રોકવા માટે જ નહીં પરંતુ તેમણે સીપી જોશીને લોકોને ગેહલોતની વાત સાંભળવા માટે પણ કહ્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં રૂ. 5,500 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. તેમણે સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભાને પણ સંબોધિત કરી હતી.
રાજસ્થાનના નાથદ્વારા પહોંચ્યા બાદ પીએમ મોદી શ્રીનાથજી મંદિરમાં રોકાયા હતા અને કરોડોના પ્રોજેક્ટ લોંચ કરતા પહેલા પૂજા અર્ચના કરી હતી.
વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પીએમઓએ જણાવ્યું હતું કે માર્ગ અને રેલ્વે કામ માલ અને સેવાઓની અવરજવરમાં મદદ કરશે, વેપાર અને વાણિજ્યને વેગ આપશે અને વિસ્તારના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરશે.