14 C
Ahmedabad
Sunday, January 23, 2022

PM નરેન્દ્ર મોદી ના ભાઈ પ્રહલાદ મોદી એ કહ્યુ ‘સરકાર ચોર છે’ !! સરકાર 370 હટાવી શકે તો દેશના 5 લાખ રેશનિંગના દુકાનદારો ના પ્રશ્નો કેમ સોલ્વ થતા નથી ? બધાજ ચોર છે !!

Must read

રાજ્યભર માં રેશન કાર્ડ માં અપાતા અનાજ કૌભાંડ મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ ચાલુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાઈ પ્રહલાદ મોદી એ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે કે સરકાર જ ચોર છે ત્યાં બીજી શુ વાત કરવાની..તેથી જ બધા ચોરી કરતા શીખ્યા છે!!
PM ના ભાઈ અને ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી રાજકોટ માં પહોંચ્યા છે જ્યાં વિક્રેતાઓએ તેમને પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરતા આ અંગે રાજકોટ કલેક્ટર ને રજુઆત કરાઈ હતી.
દરમિયાન પ્રહલાદ મોદીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા પત્રકારો ને જણાવ્યું હતું કે – સસ્તા અનાજવાળા ચોર નથી ! ચોર સરકાર છે, જેણે દુકાનદારોને ચોરી કરવા મજબુર કર્યા છે. સરકાર 370 હટાવી શકે તો દેશના 5 લાખ રેશનિંગના દુકાનદારોની માંગણી કેમ પુરી કરતા નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર સસ્તા અનાજના દુકાનદારને દબાવવાના પ્રયત્નો કરી રહી છે.દુકાનદારોએ કોઇ ગેરરિતી આચરી નથી. બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારીત છે અને ગુજરાતનું સર્વર પોલીયોગ્રસ્ત છે.જેથી ફરજીયાત ઓફલાઇન વેચાણ કરવું પડે છે. દુકાનદારો ઓફલાઇન વેચાણ કરે એટલે સરકાર તપાસ કરે છે.સસ્તા અનાજના દુકાનદારોને કર્મચારી તરીકે ગણીને તેને પગારદાર બનાવવા જોઇએ.
આમ પીએમ નરેન્દ્ર ભાઈ મોદી ના ભાઈ પ્રહલાદ મોદી બરાબર ના ખીલ્યા હતા અને સરકાર ને ચોર કહેતા વિવાદ ઉભો થયો હતો.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article