PM મોદીએ વોર મેમોરિયલ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિરંગો ફરકાવ્યો

0
31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 74માં ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો ,આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી સાથેજ પરેડ શરૂ થઈ હતી જેની તેઓએ સલામી ઝીલી હતી.

આ પહેલા આજે 74માં ગણતંત્ર દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે કહ્યું- હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને સ્વતંત્રતા સેનાનીઓના સપના પૂરા કરીએ.

ઈજીપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી આ ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, CDS અને ત્રણેય સેના પ્રમુખો પણ હાજર હતા.
પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 23 ઝાંખીઓનો સમાવેશ કરાયો છે.