PM મોદીજીને કવિતા સંભળાવનાર 7 વર્ષની દીકરી કોણ છે ? વાંચો આ ન્યૂઝ

0
53

સુરેન્દ્રનગરમાં પીએમ મોદીજી ને ભાજપની કવિતા સાંભળવા મુદ્દે કોંગ્રેસે ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે અને કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ આ ઘટના પર કાર્યવાહી કરવી જોઈએ અને ચૂંટણી પંચે પણ આ ઘટનાની નોંધ લેવી જોઈએ તેમ જણાવી રહયા છે ત્યારે આ નાનકડી દીકરી સોશ્યલ મીડિયામાં ભારે પ્રખ્યાત થઈ ગઇ છે તેવે સમયે આ દીકરી કોણ છે તે જાણીશું.

ચૂંટણી પ્રચાર માટે ગતરોજ સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન સાતવર્ષની બાળકી આધ્યાબાના મોદી ફ્રેન્ડ બન્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકીને મળી અને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો. જેમાં 7 વર્ષની બાળકી આધ્યાબાની સ્પીચ સાંભળી મોદી પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને બાળકી અને તેમના પરિવારને સ્ટેજ નજીક બોલાવી અને ઓટોગ્રાફ્સ આપ્યો હતો.
મહત્વનું છે કે આ સાત વર્ષની દીકરીનું નામ આધ્યાબા છે તેઓ લીંબડીના ભાજપના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના ભાણીબા છે તેમણે પીએમ મોદીને ભાજપ ઉપર પોતાની કવિતા સંભળાવતા જ પીએમ મોદીએ પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો.