આજકાલ રાહુલ ગાંધી દાઢીમાં નજરે પડી રહ્યા છે ત્યારે લોકો પણ જબરા ભાઈ હવે દાઢી મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
આપણા દેશના વડાપ્રધાન મોદીજી હંમેશા દાઢીમાં નજરે પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં દાઢી જોવા મળતી ન હતી પણ તાજેતરમાં ભારત જોડો યાત્રામાં નીકળેલા રાહુલ ગાંધીની દાઢી વધવા લાગી અને હવે તેઓપણ દાઢીમાં જોવા મળી રહયા છે, સૌએ જોયું કે હા બરાબર દાઢી વધી છે. કેટલાક ચર્ચા ઉપર ઉતરી પડ્યા અને કહેવા લાગ્યા કે, હા હવે બરાબર છે હવે સત્તા ચોક્કસ મળશે.
કૉંગ્રેસમાં દાઢીધારી મોટા નેતાની ઘણા સમયથી કમી હતી એટલે તેય હવે પૂરી થઈ ગઈ.
હવે રાહુલ ગાંધીના ભાષણમાં પણ પરિપક્વતા આવી છે. એટલે લોકોને લાગ્યું કે આ તો વાણીમાં પણ જાણે મેચ્યોર થઈ ગયા છે.
આમ,હવે રાહુલ ગાંધીમાં ભારત યાત્રા બાદ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે અને દાઢી વાળો નવો લૂક લોકોને પસંદ આવી રહયો છે.
ત્યારે દાઢીવાળા નેતાઓ મુદ્દે લોકોમાં ધ્યાન ખેંચ્યું છે અને મોદીજી બાદ રાષ્ટ્રીય કક્ષાના નેતામાં રાહુલ ગાંધી પણ હવે દાઢીમાં આકર્ષણ જગાવી રહ્યા છે.