PM મોદીનું નિવેદન :-કોંગ્રેસ સરકારમાં 1 GB ડેટાના રૂ. 300 હતા આજે મોદી સરકારે માત્ર રૂ 10 કર્યા ! ફાયદો થયો કે નહીં ?

0
51

ગુજરાતમાં પીએમ મોદીએ હવે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને માન્યતા છે કે વલસાડમાં જે ઉમેદવાર ચૂંટાય તેની સરકાર બને. મોદીએ તેમના પ્રચારની શરૂઆત વલસાડથી જ કરી હતી.
વાપીમાં 11 કિમી લાંબો રોડ શો બાદ વલસાડમાં યોજાયેલી વિશાળ સભામાં તેઓએ વિપક્ષ ઉપર ચાબખા માર્યા હતા.

મોદીજીએ કહ્યું કે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 1 GB ડેટાના 300 રૂપિયા ભાવ ચાલતો હતો અને આજે જુઓ હવે મોદીની સરકારમાં આ ભાવ માત્ર 10 રૂપિયા કરી દીધો છે તો વિચારો તમારા કેટલા બધા પૈસા બચ્યા ? પહેલાની સરકાર હોત તો તમારું મોબાઈલનું બિલ ચારથી પાંચ હજાર રૂપિયા દર મહિને આવતું હોત.
પણ આજે મોદી સરકારમાં મોબાઈલ ડેટા સસ્તો છે તેથી ઇસ્ટા, ફેસબુક, વોટ્સએપ વાપરવું ઇઝી અને સસ્તું બન્યું છે.

વડાપ્રધાને જણાવ્યુ કે કોઈ પક્ષનું નામ લીધા વગર કહ્યુ કે ગુજરાતીઓને બદનામ કરવા માટે ગુજરાતમાં એક ટોળકી સક્રિય થઈ છે તેનાથી ચેતતા રહેજો.

ગુજરાતની છબિને દુનિયામાં ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને ગુજરાતમાં જે આવ્યા તેને ગળે લગાડ્યા છે,પરંતુ, ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેને કોઈપણ ભોગે સ્થાન આપવાનું નથી.
ગુજરાતને બદનામ કરવા વાળા તત્વોને ગુજરાતમાં જગ્યા આપવાની નથી.