15 C
Ahmedabad
Sunday, January 23, 2022

PM મોદી આજે કાશી વિશ્વનાથ સંકુલનું લોકાર્પણ કરશે,આજે ઉત્સવ નો માહોલ

Must read

આજે સોમવાર ના રોજ PM મોદી
શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદઘાટન કરનાર હોય ભારે ઉત્સવમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજે શુભ મુહુર્ત રેવતી નક્ષત્રમાં સોમવારે બપોરે 1:37 વાગ્યાથી 1:57 વાગ્યા સુધી 20 મિનિટ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.
આ ધામના વિકાસ અને મંદિર ના 50 હજાર ચોરસ ફૂટના ક્ષેત્રને તૈયાર કરવા લગભગ રૂ. 800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી બાબા વિશ્વનાથના દર્શન પૂજન કરીને સંકુલનું પણ લોકાર્પણ કરશે. બાદમાં તેઓ મંદિરના ચોકમાં દેશના 200 અગ્રણી સંત-મહાત્મા અને 200 વિદ્વાનોને સંબોધિત કરશે. બાદમાં તેઓ સાંજે ક્રૂઝમાં ગંગા ભ્રમણ કરીને વિવિધ ઘાટ પર 11 લાખ દીપને નિહાળશે. દશાશ્વમેઘ ઘાટ સામે તેઓ ગંગા આરતીમાં પણ ભાગ લેશે. તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ ભાજપ શાસિત 11 રાજ્યના મુખ્યમંત્રી, નવ નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહેશે. ક્રૂઝ પર વડાપ્રધાન તેમની સાથે ચર્ચા પણ કરશે.
રાત્રે લેઝર શૉ અને આતશબાજી પણ કરાશે. લોકાર્પણ કાર્યક્રમ પછી ધામના નિર્માણમાં પરસેવો વહાવનારા 2300 શ્રમિક સાથે વડાપ્રધાન ફોટોગ્રાફી કરાવશે. આ સમારંભ માટે શહેરમાં આશરે 80 મોટી તેમજ 800 નાની-મોટી હોટલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ ભરાઈ ગઈ છે.
ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણી પહેલા કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ થઈ રહ્યું છે સાથે સાથે અયોધ્યમાં રામ જન્મભૂમિ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહા સચિવ ચંપત રાય કહે છે કે, ડિસેમ્બર 2023માં ભગવાન શ્રી રામના વિગ્રહને વિધિપૂર્વક પૂજન પછી પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂળ ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાશે. ત્યાર પછી લોકો પોતાના આરાધ્યના દર્શન મુખ્ય મંદિરમાં કરવા લાગશે. ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતમાં પાયાને પથ્થરો સાથે જોડવાનું કામ શરૂ કરવાનું કામ શરૂ થઈ જશે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article