પીએમ નરેન્દ્ર મોદી અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે મોટા આર્થિક સુધારાઓની જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ખાસકરીનેગરીબો, મહિલાઓ,ખેડુતો અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને અનેક મહત્વની જાહેરાતો કરી શકે છે. આમા ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને વિનામૂલ્યે ગેસ સીલીન્ડર , ગર્ભવતી મહિલાઓ અને બાળકોના પોષણ માટે એક યોજના , ૧૦ કરોડ ગરીબ પરિવારો માટે આવક ટ્રાન્સફર યોજના અને સંકટગ્રસ્ત ક્ષેત્રો માટે અનેક પ્રકારના પેકેજો જાહેર કરે તેવી શકયતા છે. ગ્રામીણ અને શહેરી વિસ્તાર એમ બંનેને ફાયદો થાય તેવી યોજનાઓ જાહેર કરશે. આ યોજનાઓનો ફાયદો લાભાર્થીઓ સુધી પહોચાડવા માટે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી)નો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સાથોસાથ વડાપ્રધાન નોટબંધીથી સૌથી વધુ માર સહન કરનાર નાના વેપારીઓ અને કૃષિ ક્ષેત્ર માટે રાહતોની જાહેરાત કરી શકે છે. એ બાબત જાણી શકાય નથી કે વડાપ્રધાન આ પ્રસંગે મધ્યમવર્ગને પ્રત્યક્ષ કરમાં રાહતની જાહેરાત કરશે કે નહી ? જો કે ગઇકાલે તેમણે કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાએ ગરીબો અને મધ્યમવર્ગનું શોષણ કર્યુ છે. લોકલુભાવન જાહેરાતોની સાથે વડાપ્રધાન ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરૂધ્ધ પોતાની સરકારના ભાવિ પગલાઓની પણ જાહેરાત કરશે. ખાસ કરીને તેઓ તમામ પ્રકારના ભુમિ રેકોર્ડને આધાર ડેટાબેઝ સાથે જોડી બેનામી સંપત્તિ વિરૂધ્ધ કાર્યવાહીની વાત કરી શકે છે. મોદીએ જેમ ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી ખુદ તેની જવાબદારી લીધી હતી. આ જ પ્રકારે તેઓ આજે રાત્રે ગરીબોના કલ્યાણની યોજનાઓની જવાબદારી પણ ખુદ લેશે. મોદી અને તેમના સલાહકારો એ બાબતથી વાકેફ છે કે નોટબંધીના મુદાને રાજકીય આકાર આપવા માટે તેઓએ સતત અભિયાન ચલાવવાની જરૂર છે અને સરકાર જાન્યુઆરી માસ પુરો થાય તે પહેલા સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને સમાપન ૧લી ફેબ્રુઆરી બજેટના દિવસે થશે.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સતત એ બાબત ઉઠાવી રહ્યુ છે કે નોટબંધીથી નાના વેપારીઓ , દુકાનદારો અને નાના-મોટા ઉદ્યોગપતિઓ જેવા ભાજપના પરંપરાગત મતદારોને નુકસાન થયુ છે. એવામાં આ લોકો માટે મહત્વની જાહેરાત થઇ શકે છે. પીએમ મોદી આજે રાત્રે રાષ્ટ્રજોગ પ્રવચનમાં રોકડની તંગીને દુર કરવાના ઉપાયો પણ જાહેર કરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે લોકો માં ગજબ ની ઉત્સુકતા જોવા મળી રહી છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
PM મોદી ના આજના પ્રવચન માટે લોકો માં ઉત્સુકતા:અનેક અટકળો
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.