વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ બિન સલમાનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

0
99

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય દિવસ પહેલા ક્રાઉન પ્રિન્સ (યુવરાજ) મોહમ્મદ બિન સલમાનને અભિનંદન પાઠવ્યા છે અને તેમને ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. સાઉદીમાં ભારતીય દૂતાવાસ દ્વારા એક વિજ્ઞાપનમાં આ માહિતી આપવામાં આવી છે.

ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી એસ. જયશંકર ટોચના નેતૃત્વને મળ્યા હતા અને રાજકીય, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને સુરક્ષા સહિતના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે યુવરાજને મોદીનો લેખિત સંદેશ આપ્યો હતો. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ફેબ્રુઆરી 2019 માં ભારતની પ્રથમ રાજ્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.