PM મોદી ઝાલાવડમાં સભા સંબોધતા દરમિયાન વિપક્ષ પર વરસ્યા આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવા માટે છે

0
38

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજ્કીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. સભાઓથી લઇ રોડ શો કરી જનતાને રિઝવવાનો પ્રયાસો તમામ રાજ્કીય પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે વડાપ્રધાનનું મિશન સૌરાષ્ટ્ર આજે તેઓ ઝાલાવડ ખાતે વિશાળ ચૂંટણીલક્ષી જનસભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યુ કે આજે મારો સૌભાગ્ય છે આ ઝાલાવાડની ધરતી પર હેલિકોપ્ટરથી નીચે ઉતર્યો ત્યારે જિલ્લાના સંતોના મને આર્શીવાદ મળ્યા સંતોએ હેલિપેડ પર આવીને આર્શીવાદ આપ્યા એટલો નહી ભવ્ય વિજ્ય માટેની શુભકામનાઓ પાઠવી હું સૈથી પહેલા પૂજનીય સંતોનો હ્દયપૂર્વક આભાર માનું છે મને ખાતરી છે સંતો આર્શીવાદ કયારેક એળે ન જાય સંતોની વાણી કયારે વામણી ન હોય ભાઇએ એ મારો સદભાગ્ય અને આપણા બધાનો સદભાગ્ય છે ગયા બે દિવસથી ગુજરાતની અલગ અલગ જગ્યાએ જવાનો મને અવસર મળ્યો છે હુ અહીયા મુખ્યમંત્રી હતો ને ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવવું મારા માટે નવુ ન હતું એમ કહેવાય કે છાશવારે આવતો 11 ,12 વાગ્યે સભા કરવી હોયને લોઢા ચણા ચાવવા આજે અવળી મોટી વિરાટ સભા જયા જયા મારી નજર પડે ત્યા કેસરિયા સાગર દેખાય છે આજ બતાવે છે તમે ભારતીય જનતા પાર્ટીનું સરકાર બનાવાનું નક્કી કરી લીધું છે.

 

જયારે અહીયા લોકસભામાં ડૉ મહેન્દ્ર ભાઇ ચૂંટણી લડતા હતા જેમા તમે સમર્થન આપીને તમે મોકલ્યા અને એક ડૉ તરીકે ભારત સરકારમાં મંત્રી તરીકે આરોગ્ય સેવાનું અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે એ સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાતના લોકોનું નામ રોશન કરી રહ્યા છે ભાઇ બહેનો સામાન્ય રીતે ચૂંટણી આવે તો એન્ટીઇન્કબન્સી આ શબ્દ સંભાળવા મળે અનેલગભગ બધા રાજ્કીય નિરીક્ષકો હોય એક જ સમીકરણ બેસાડી દે પણ ગુજરાતની જનતાએ બઘાને ખોટા પાડ્યા અમારે આ છાશવારે ઘર નથી બદલવુ અમને આ ભાજપવાળાને કામ પણ આપવું છે અને કામ પણ લેવુ છે અને એના કારણે ગુજરાતે પ્રો ઇન્કમબન્સી કામ કરનારી સરકારને સાથ કામ કરનારી સરકારને સહયોગ કામ કરનારી સરકારને સમર્થન એટલા માટે કામ કરવાનો પણ આનંદ આવે જેટલો વધારે ગુજરાતનુ ભલુ કરીએ એટલો આનંદ આવે આ વખતે ચૂંટણી નરેન્દ્ર ભૂપેન્દ્ર નથી લડતા ભાઇ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે ગુજરાતની માતા બહેનો લડી રહી છે ભાઇ બહેનો આજે જયારે સુરેન્દ્ર્નગર જિલ્લામાં આવ્યુ છું ત્યારે મા નર્મદાની યાદ આવી ખૂબ સ્વાભાવિક છે આ નર્મદા યોજના વખતે ઘણીવાર હું આવતો હતો નર્મદા યોજનાનું સૌથી વધુ લાભ કોઇને મળે એ સુરેન્દ્રનગર છે ભાઇ પણ જેમણે ગુજરાતીઓને તરસ્યો રાખ્યુ મા નર્મદાને ગુજરાતમાં આવતા રોકવામાં આવી 40 વર્ષો સુધી કોર્ટ કચેરીઓના ધક્કા ખવડાવ્યા એવા નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકીને પદયાત્રા કરવાવાળાઓ આ ગુજરાતની જનતા તમને સજા કરવાની છે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નામ લીધા વિના રાહુલગાંધી પર પ્રહારો કર્યા હતા આ ચૂંટણી નર્મદા વિરોધીઓને સજા કરવા માટે છે 25 વર્ષની અંદર ગુજરાતના આ સર્વશ્રેષ્ઠ દેશોમાં ગુજરાતની ગણના થાય આ હિન્દુસ્તાનની ગણના થાય એના માટે કામ કર્યુ છે ભાઇઓ અને હું યુવાઓથી કહેવા માગુ છે કે ગુજરાતના ઉજવળ ભવિષ્ય સાથે તમારો ભવિષ્ય જોડાયેલા છે અને માતા બહેનોા આર્શાીવાદ એ તો મારી મૂડી છે મૂડી મને 130 કરોડ લોકોનું અપમાન કરવુ છે એટલે હું અપમાન પણ ગળી જાવ છું