ભૂટાનથી PM મોદી પરત ફર્યા, દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા; આજે સાંજે સુરક્ષા કમિટીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની યાત્રા પૂરી કરીને પાછા ફર્યા છે. દિલ્હીમાં સોમવારે થયેલા બ્લાસ્ટ બાદ આજે બુધવારે PM મોદી સુરક્ષા કમિટીની બેઠક કરશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની પોતાની બે દિવસીય રાજકીય યાત્રા પરથી પાછા ફર્યા છે. જણાવી દઈએ કે PM મોદી મંગળવારે ભૂટાનના ચતુર્થ નરેશ જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં સામેલ થવા માટે ગયા હતા. PM મોદીએ અહીં એક સમારોહને સંબોધિત કર્યો અને ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે ઊર્જા, વેપાર, ટેક્નોલોજી અને સંપર્ક જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત પણ કરી.

હવે માહિતી સામે આવી છે કે PM મોદીએ LNJP હોસ્પિટલમાં જઈને દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની મુલાકાત લીધી છે. PM મોદી આજે બુધવારે સાંજે 5.30 વાગ્યાથી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સુરક્ષા કમિટી (CCS)ની બેઠકમાં સામેલ થશે. દિલ્હીમાં સોમવારે થયેલા બ્લાસ્ટ બાદ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા થશે
ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ બાદ સરકાર એક્શન મોડમાં છે. આ જ કડીમાં આજે સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક થવાની છે, જેમાં સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવશે. CCS પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થશે. આ મીટિંગ આજે સાંજે 5.30 વાગ્યાથી વડાપ્રધાનના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર થશે. મંગળવારે ગૃહ મંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓ સાથે સમીક્ષા કર્યા પછી દિલ્હી ધમાકાની તપાસ NIA ને સોંપી દીધી હતી.
कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित किया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। पूरा देश उनके साथ खड़ा है।
मैं हर किसी को आश्वस्त करता हूं कि हमारी जांच एजेंसियां इस षड्यंत्र की तह तक जाएंगी। जो भी लोग इसके लिए जिम्मेदार हैं, उन्हें किसी भी कीमत पर नहीं… pic.twitter.com/RnjaEbLuzA
— Narendra Modi (@narendramodi) November 11, 2025
દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીએ શું કહ્યું હતું?
PM મોદીએ ભૂટાનથી પણ દિલ્હી બ્લાસ્ટના મુદ્દા પર કડક સંદેશ આપ્યો હતો. PM મોદીએ કહ્યું હતું:
“દિલ્હીમાં થયેલી ભયાવહ ઘટનાએ બધાના મનને વ્યથિત કરી દીધું છે. હું ભૂટાન ખૂબ ભારે મનથી આવ્યો છું. આખી રાત આ ઘટનાની તપાસ સાથે જોડાયેલી એજન્સીઓ સાથે હું મીટિંગ કરતો રહ્યો. આખો દેશ પીડિત પરિવાર સાથે ઊભો છે. હું પીડિત પરિવારોનું દર્દ સમજું છું. એજન્સીઓ આ કાવતરાના તળિયે જશે. કોઈપણ કાવતરાખોરને છોડવામાં નહીં આવે.” PM મોદીએ સ્પષ્ટપણે અંગ્રેજીમાં પણ કહ્યું – ‘All those responsible will be brought to justice.’

