PMOના નકલી અધિકારી કિરણ પટેલે મણિનગરના આકાંક્ષા ક્રિએશનના પ્રિન્ટિંગ પ્રેસમાં કાર્ડ છપાવ્યા હતા!

0
44

જમ્મુ-કાશ્મીર પોલીસના હાથે ઝડપાયેલા PMOના નકલી અધિકારી કિરણ પટેલે જ્યાં વિઝિટિંગ કાર્ડ બનાવ્યું હતું તેની તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અમદાવાદ પહોંચી હતી અને અમદાવાદના મણિનગરની પ્રિન્ટિંગ પ્રેસ આકાંક્ષા ક્રિએશનના પ્રિન્ટિંગ પ્રેસમાં સર્ચ કર્યું હતું. કિરણ પટેલે અહીં કામ કરતી મહિલા સંચાલકને ધમકાવીને કાર્ડ છપાવ્યાનું ખૂલ્યુ છે.

કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારી તરીકે તો આપી જ હતી. સાથે સાથે રોફ જમાવવા PMOના અધિકારી હોવાનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું. અમદાવાદના મણિનગરની પ્રિન્ટિંગ પ્રેસ આકાંક્ષા ક્રિએશનમાં વિઝિટિંગ કાર્ડ છપાવ્યા હતા. કિરણ પટેલની ધરપકડ બાદ ખુલાસો થતાં જમ્મુ-કાશ્મીર પોલીસ અમદાવાદ પહોંચી હતી.

જમ્મુ-કાશ્મીર પોલીસે અમદાવાદના આકાંક્ષા ક્રિએશન માંથી તપાસ અર્થે હાર્ડડિસ્ક, ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત પ્રિન્ટિંગ પ્રેસના માલિકનું નિવેદન પણ લીધું હતું. જમ્મુ કાશ્મીર પોલીસ કિરણ પટેલની ધરપકડ બાદ તપાસ માટે ત્રીજી વખત અમદાવાદ આવી હતી.