વડાપ્રધાન મોદીના પ્રશંસકોની તો લાંબી યાદી છે પણ તેમને મળેલી ગિફ્ટના પ્રેમી પણ અનેક છે. મોદીને મળેલી ભેટનું દિલ્હીની નેશનલ મોડર્ન આર્ટ ગેલરીમાં એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જે 3 ઓક્ટોબર સુધી ચાલશે. અત્યાર સુધી 52 હજાર લોકો બોલીમાં જોડાયા છે. લોકોને રસ સસ્તી વસ્તુઓમાં છે પણ આ સસ્તી ભેટની બોલી મોંઘી ગિફ્ટની કિંમત કરતાં પણ વધારે પહોંચી ગઈ છે. જેમ કે 1 હજાર રૂપિયાવાળી તલવારની બોલી 2.81 લાખ રૂપિયાએ પહોંચી ગઈ છે જ્યારે સૌથી મોંઘી ગિફ્ટ એક્રેલિક પેઈન્ટિંગની કોઈએ બોલી લગાવી નથી. તેનો મૂળ ભાવ 2.5 લાખ છે. અત્યાર સુધી 2750 આઈટમમાંથી 1400થી વધુની બોલી લાગી ચૂકી છે. ગિફ્ટમાં પેઈન્ટિંગ્સ, પોટ્રેટ, મૂર્તિઓ, પુસ્તકો, સ્મૃતિ ચિહન, પાઘડી, જેકેટ, અંગવસ્ત્ર, તલવાર, ગદા, પરંપરાગત વાજિંત્રો, શણગારની વસ્તુઓ સામેલ છે, જેમની મૂળ કિંમત 200થી લઈને 2.5 લાખ રૂપિયા છે. એક્ઝિબિશનમાં મોદીને મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, યુપી, બિહાર, દિલ્હી સહિત અનેક રાજ્યોમાંથી મળેલી ભેટ મુકાઈ છે. હરાજીથી મળનારી રકમનો ઉપયોગ નમામિ ગંગે યોજનામાં કરાશે.
પાંચ ગિફ્ટ જે લોકોને સૌથી વધુ પસંદ આવી રહી છે
આઈટમ | મૂળ કિંમત | બોલી લાગી | લોકોની સંખ્યા |
તલવાર(ગોલ્ડન કલર) | 1 હજાર | 2.81 લાખ | 74 |
ગદા મોટી | 1 હજાર | 1.45 લાખ | 78 |
તલવાર(સિલ્વર કલર) | 1 હજાર | 1.40 લાખ | 70 |
ગદા(નાની, વજનદાર) | 2.5 હજાર | 75 હજાર | 67 |
હાથી શણગારેલો | 2.5 હજાર | 56 હજાર | 60 |
પાંચ અમૂલ્ય ગિફ્ટ જેની અત્યાર સુધી બોલી લાગી નથી
આઇટમ | ભાવ |
એક્રેલિક પેઈન્ટિંગ | 2.5લાખ |
મધુબની પેઇન્ટિંગ | 1.5 લાખ |
રાધાકૃષ્ણનું આર્ટ | 1.5 લાખ |
આઈટમ | ભાવ |
મેસેજ પોર્ટેટ | 1 લાખ |
પોર્ટેટ | 1 લાખ |