પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરું, ભૂતપૂર્વ પ્રધાન ફવાદ ચૌધરીની ધરપકડ; ઈમરાન ખાનના ઘરની બહાર હોબાળો

0
108

પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પણ ધરપકડ થઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. આવી સ્થિતિમાં તેમના સમર્થકો ઘરની બહાર એકઠા થયા છે. ફવાદ ચૌધરીએ જ દાવો કર્યો હતો કે ઈમરાનની ધરપકડ કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઈસ્લામાબાદ પોલીસે પણ ફવાદ ચૌધરીની ધરપકડની પુષ્ટિ કરી છે.

ચૂંટણી પંચના સચિવ ઉમર હમીદે ચૌધરી વિરુદ્ધ કોહસર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ધરપકડ બાદ મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા. ચૌધરીની લાહોરમાં ધરપકડ કરવામાં આવી હતી. લાહોર કોર્ટે તેને ઈસ્લામાબાદ લઈ જવાની પરવાનગી આપી છે. પીટીઆઈના કાર્યકરોએ વર્તમાન શહેબાઝ શરીફ સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.