AAPની ડેટા ઓફિસ પર દરોડાને લઇ રાજનિતી તેજ AAP પાર્ટી અને પોલીસના દાવાઓ વિપરીત

0
60

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને લઇ તમામ પક્ષો વચ્ચે રાજ્કીય જંગ જામ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ર ચાલી રહ્યો છે. તે વચ્ચે ગતરોજ અમદાવાદના AAP પ્રદેશ કાર્યાલય પર અમદાવાદ પોલીસે દરોડા પાડ્યા હોવાનો દાવો AAP દ્રારા કરવામાં આવી રહ્યો છે

તો બીજી તરફ અમદાવાદ પોલીસે દ્રારા આપ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યલાય પર કોઇ પણ દરોડા પાડવામાં આવ્યા નથી તેવી સ્ષ્ટતા અમદાવાદ શહેર પોલીસ દ્રારા કરવામાં આવી છે આપ નેશનલ જનરલ જોઇન્ટ સેક્રટરી ઇશુદાન ગઢવી આરોપ લગાવતા કહ્યુ કે બિનઅધિકૃત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા રાત્રિના સાડા આઠના વાગ્યના અરસામાં રેડ કરી હોવાનું દાવો કરાઇ રહ્યો છે તેમજ ડેટા ઓફિસના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે ઇશુદાન ગઢવીએ જણાવ્યુ કે ચૂંટણી નજીક આવતા અને આમ આદમી પાર્ટીની પ્રચંડ લોકપ્રિયતા જોતા ભાજપમાં કચવાટ ઉભો થયો છે બોખલાઇ જવાના કારણે પોતાના ઇશારે પોલીસ દ્રારા રેડ પાડવી રહી છે દરોડામાં કશું પ્રાપ્ત થયુ નથી

આ અંગે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જણાવ્યુ હતુ કે ગતરોજ રાત્રિ 8.30 વાગ્યાના અરસામાં કેટલાક પોલીસકર્મી આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર આવ્યા હતા જયાં ઓફિસમાં અમારા સંગઠનમંત્રી હાજર હતા જયાં તેમણે પોલીસકર્મીઓનો પરિચય પૂછ્યુ જેમાં તેમણે જણાવ્યુ કે નવરંગપુરા ડી સ્ટાફમાંથી આવ્યા છે

જેમાં તેમનું આઇકાર્ડ માંગવામાં આવ્યુ જેમાં પોલીસ પોતાનુ આઇકાર્ડ બતાવ્યુ જેમાં એક આઇકાર્ડમાં હિતેશ ભાઇ નામ લખેલુ હતુ અને એક કાર્ડમાં પારસભાઇ નામ લખેલુ હતુ જેમાં તેમણે ઓફિસના કોમ્પ્યુટર, ડાયરી ,ટેબલના ખાનાઓ વગેરે ચેક કર્યુ છે ડેટાઓફિસ બાજુમાં બેન્ક છે તેના સીસીટીવી કેમેરા લાગેલા છે ચાલુ છે જે અંગે નવરંગપુરા પોલીસ બેન્કના સીસીટીવ કેમેરા ચેક કરવામાં આવે તેમજ હિતેશ અને પારસ નામના પોલીસકર્મીઓની કોલ ડિટેઇલ પણ ચેક કરવામાં આવે તેઓ ગતરાત્રે કયા હતા ત્યાર બાદ જોયો આ અસલી પોલીસ છે તો પછી ભાજપે મોકલેલી છે અને નકલી હોય તો બંને સામે એફ આઇ આર કરવામાં આવે