સુરતની વરાછા બેઠક પર રાજકારણ ગરમાયું માતાના નામે મત માગવા એ નામર્દની નિશાની છે:અલ્પેશકથિરીયા

0
67

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે છે તમામ રાજ્કીય પાર્ટીઓએ તૌયારીઓની આખરી ઓપ આપી દેવાયો છે તમામ રાજ્કીય પક્ષોના ઉમેદવાર પોત-પોતાના મતવિસ્તારમાં ધૂમ પ્રચાર પ્રસારમાં જોતરાઇ ચુક્યા છે સમ્રગ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની નજર સુરત બેઠક અંકે કરવા ઉપર છે અને તમામ દિગ્ગજ પાર્ટી સુરતથી લડાવી રહી છે જેમાં સુરતની ખૂબ જ હાઇ પ્રોફાઇલ ગણાતી વરાછા બેઠક જેમાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે સુરતમાં ભાજપ તરફથી રાજ્યકક્ષના પૂર્વ આરોગ્યમંત્રી અને ધારાસભ્ય કુમારકાનાણી અને આમ આદમી પાર્ટી તરફથી પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમજ બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કરની સાથોસાથ આરોપ પ્રત્યારોપનો દૌર પણ જોવા મળી રહ્યોછે

 

કુમાર કાનાણીએ કહ્યુ કે અલ્પેશ કથિરીયા કહે છે અમને લોકો પૂછે છે ભાજપે શું કર્યુ એણે આરોગ્ય મફત આપવાની વાત કરી શિક્ષણ મફત આપવાની વાત કરી તો મે કીધું અમે કયા પૈસા લઇએ છીએ સરકારી કોલેજ શાળામાં બધી જગ્યાએ શિક્ષણ મફત છે એમણે એવુ કીધુ કે પીવી સવાણીમાં આર એચ વિદ્યાલયમાં આ સ્કુલોમાં અમે ફ્રી આપીશું કોઇ કહે છે તો મફતની વાત ખોટી કરી રહ્યા છે આરોગ્યની મફતની વાત કરે છે આયુષ્માન કાર્ડ મા કાર્ડ પ્રત્યેક વ્યકિત માટે 5 લાખ એટલે ઘરમાં 5 સભ્ય હોય તો 25 લાખ રૂપિયા સરકારે આપે છે અને અલ્પેશ કથિરીયાને માતને જે ઘૂંટણ રિપ્લેસમેન્ટ છે એ ભાજપ સરકારે કરાવ્યા હતા

 

અલ્પેશ કથિરીયા જયારે મારી માતાના ઘૂંટણ રિપ્લસમેન્ટ થયા ત્યારે હું જેલમાં હતો અને સરકારને કારણે જ મને જેલવાસ હતો જેલવાસ દરમિયાન મારા ઘરને જરૂરિયાત હતી ત્યારે કાર્ડના માધ્યમથી ઘૂંટણનું ઓપરેશન કરાવ્યુ છે એ સત્ય હકીકત છે એની સામે મારો પરિવાર ટેક્સ ભરે છે વેરા ભરે છે લાઇટબિલ ભરે છે અને સરકારને કરવેરા ચૂકવે છે સરકાર કોઇ મફતમાં નથી આપતી માતાની નામે રાજનિતી કરી રહેલા કાકાને હું કહુ છું કોઇની માતાના નામે મત માગવા એ નામર્દની નિશાની છે અને આપ નામર્દીભર્યુ કામ કરી રહ્યા છો